નર્મદા : નર્મદા જિલ્લામાં આજે વધુ એક મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવતા કોરોનાનો આંક ૩૧ પર પહોંચ્યો…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના ગામકુવાની મહિલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા જીલ્લામાં ૯ દર્દી સારવાર હેઠળ

નર્મદા જિલ્લામા રવિવારના રોજ કોવિડ 19 કોરોના પોઝિટિવનો એક કેસ પ્રકાશમા આવતા જિલ્લામા કુલ ૩૧ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

હાલ ૮ દર્દીઓ રાજપીપળા ખાતેની કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા જ્યારે રવિવારે નવા એક કેસોનો ઉમેરો થતા હાલ કુલ-૯ દર્દીઓ સારવાર હેઠળ છે.

આજે ૪૦ નમૂનાઓમાંથી એક કેસ વધુ પોઝિટિવ આવ્યો જેમાં દર્દી વિજયાબેન શેખર નાનકશી ઉંમર ૪૫ વર્ષ, ગામકુવા તાલુકો, નાંદોદનો સેમ્પલ તારીખ ૧૩ જૂનના રોજ લેવામાં આવ્યો હતો તેમનો રીપોર્ટ આજે પોઝીટીવ આવ્યો છે. તેમની ટ્રાવેલ હિસ્ટ્રીમાં તે ગામકુવામાં ૧૨ જૂનના રોજ જલગાંવ મહારાષ્ટ્રથી કોઈ ખાનગી વાહન દ્વારા આવી હોવાનું આરોગ્ય વિભાગના એપેડેમીક ઓફિસર ડો.કશ્યપ દ્વારા જાણવા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here