નર્મદા : નર્મદા જિલ્લાના ૪૩,૯૧૬ પ્રજાજનોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

જીલ્લાની 6 લાખથી પણ વધુની વસ્તીમા એપ ડાઉનલોડ કરનારાની ટકાવારી ખુબજ ઓછી

હાલમાં નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) ના સંક્રમણને રોકવા માટે દેશના તમામ લોકોને કોરોના વાયરસ કોવીડ-૧૯ ના સંક્રમણથી બચવા આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા ભલામણ કરવામાં આવી છે ત્યારે, નર્મદાવાસીઓને જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવેલા આરોગ્ય સેતુ એપને ડાઉનલોડ કરવા માટે અનુરોધ કરવામાં આવેલો હતો જેના પ્રતિસાદરૂપે ૪૩,૯૧૬ નર્મદાવાસીઓએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી પોતાની જાતને સુરક્ષિત બનાવી છે.

આરોગ્ય સેતુ એપમાં કોરોના સબંધીત કોવીડ-૧૯ ના સંક્રમણને લગતા જોખમો અને તેનુ સચોટ વિવરણ. તમારા લોકેશન અને સામાજિક ગ્રાફની મદદથી તમે કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો કે કેમ ? તેવી તમામ માહિતી આરોગ્ય સેતુ એપમાં કરાઇ છે.

આરોગ્ય સેતુ એપ દ્વારા સ્વયંને સુરક્ષિત કરવા માટે ક્યુઆર કોડ સ્કેન કરી આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી છે. જેમાં જિલ્લાની ૧૯૨ આંગણવાડી કાર્યકર બહેનોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ તો કરી જ છે પરંતુ અન્ય લોકોને પણ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા સહભાગી બન્યા છે તેની સાથોસાથ કોવીડ-૧૯ અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ, કામ વગર બહાર ન નિકળવા અને માસ્ક પહેરવા લોકોને જાગૃત કરી રહ્યા છે.
જોકે નર્મદા જિલ્લા મા 6 લાખથી પણ વધુ ની વસ્તી છે તયારે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરનારા ની ટકાવારી 10 જેટલી પણ ન હોય એ હાલ ના સંજોગોમાં ચિંતાનો વિષય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here