નર્મદા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના થપાવી ગામ પાસેથી જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાયા જયારે 2 ફરાર…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

ડેડીયાપાડાના થપાવી ગામ નજીક હાઈવે રોડ પાસે તળાવ નજીક આંબાના ઝાડ નીચે જુગારીઓ જુગાર રમતા હોવાની બાતમી ડેડીયાપાડા પોલીસને મળતા રેડમાં 6 જુુુગારીઓ ને 53800/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા 

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના થપાવી ગામ નજીક હાઈવે રોડ પાસે તળાવ નજીક આંબાના ઝાડ નીચે જુગારીઓ જુગાર રમતા હોવાની બાતમીના પગલે ડેડીયાપાડા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. આર. ડામોર એ રેડ કરતા આ સ્થળેથી ડેડીયાપાડા પોલીસે જુગાર રમતા છ જુગારીઓને ઝડપી પાડયા હતા .
દેડિયાપાડા પોલીસે રેડ પાડતા ઝડપાયેલા જુગારીઓમાં….
(૧) શબ્બીરભાઇ બાબુભાઇ વીરાણી રહે – માર્કેટ યાર્ડ ફળીયા દેડીયાપાડા તા.દેડીયાપાડા જી – નર્મદા તથા (૨) વિનોદભાઇ પ્રભાકરભાઇ ખેરનાર રહે – દેડીયાપાડા શાંતીનગર ચાર રસ્તા તા . દેડીયાપાડા જી – નર્મદા તથા (3) બીપીનભાઇ મગનભાઇ વસાવા રહે – દેડીયાપાડા ચાર રસ્તા તા . દેડીયાપાડા જી – નર્મદા તથા (૪) વિનેશભાઇ અમરસીંગભાઇ વસાવા રહે – બંગલા ફળીયા દેડીયાપાડા તા . દેડીયાપાડા જી – નર્મદા (૫) દીલીપભાઇ ધનરાજભાઇ શાહ રહે – અંકલેશ્વર મેઇન રોડ નેત્રંગ તા.નેત્રંગ જી – ભરૂચ તથા (૬) ડાહ્યાભાઇ રામાભાઇ માછી રહે – શાંતીનગર નેત્રંગ તા.નેત્રંગ જી – ભરૂચ ના ઈસમોનો સમાવેશ થાય છે.

જયારે 2 ઈસમો ( દીલીપભાઇ શંકરભાઇ પારધી રહે – દેડીયાપાડા લીમડા ચોક તા.દેડીયાપાડા જી – નર્મદા તથા પીતાંબરભાઇ દીપાભાઇ પારધી રહે – નવીનગરી દેડીયાપાડા જી નર્મદાનાઓ ફરાર થઈ ગયા હતા. જેમને ઝડપવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે .
આ જુગારીઓ પાસેથી દાવ પરના રોકડા રૂ. 1900/- , અંગઝડતીના રૂ. 21900/- , મોબાઈલ કિંમત રૂ. 2000/- તથા મોટર સાયકલ રૂ. 3000/- મળી કુલ રૂ. 53800/- ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઇસમો વિરુદ્ધ જુગારધારા હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here