નર્મદા : દેશ ઉપરથી કોરોના સંકટ ટળવા દો પછી આદિવાસી સમાજ અસરગ્રસ્તો માટે મેદાને પડશે…!!

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

સરદાર સરોવર નિગમના અધિકારીઓને ભાજપના હોદ્દેદારની ચીમકી..,વિડીયો થયો વાયરલ

કોરોનાના સંકટ વચ્ચે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિસ્તારોમાં ફેનસિંગ કામગીરીને લઈને સ્થાનિક આદિવાસીઓ ખૂબ રોષે ભરાયા છે.સ્થાનિક આદિવાસીઓ અને તંત્ર વચ્ચે ફેનસિંગ કામગીરી દરમિયાન ઘર્ષણના બનાવો બનતા બનતા રહી ગયા હોવાની ઘટનાઓ પણ સામે આવી છે.એ વિસ્તારમાં નિગમ દ્વારા થતી કામગીરી બાબતે ભાજપ-કોંગ્રેસના નેતાઓ કેમ ચૂપ છે એ બાબતનો એક મેસેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.ત્યારે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા યુવા ભાજપ પ્રમુખ જિતેશ તડવીએ નિગમમાં અધિકારીઓને ચેતવણી આપતો વિડીયો વાયરલ કરતા ખળભળાટ મચ્યો છે.

ગરુડેશ્વર તાલુકા યુવા ભાજપ પ્રમુખ જિતેશ તડવીએ નિગમના અધિકારીઓને ચેતવણી આપી છે કે વીડિયોમાં નિગમના અધિકારીઓને સંબોધતા જણાવ્યું છે કે કોરોના મહામારી વચ્ચે લોકડાઉનમાં તમને ફેનશીંગની કામગીરીમાં કેમ રસ છે.તડવી સમાજે સરદાર સરોવર પ્રોજેકટના નિર્માણમાં કેટલો ભોગ આપ્યો છે, તમે એમની સાથે છેતરપિંડી કરો છો એ નિંદનીય છે.છેલ્લા 7 દાયકાથી આ સમાજ અસરગ્રસ્તોના લાભ માટે માંગણી કરે છે છતાં તમે ઉચ્ચ અધિકારી સરકાર સમક્ષ સારી રજુઆત નથી કરી,આટલો મોટો ડેમ સરદાર સરોવર ડેમ બન્યો હોવા છતાં અહીંનો વિસ્તાર ખેતીના પાણી માટે વલખા મારે છે એ તમારા માટે શરમની બાબત કહેવાય.અધિકારીઓના પાપે જ આવા બધા પ્રશ્નો ઉદભવે છે.તમારામાં કોઈ આવડત જ નથી.3 વર્ષથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારે જો કલેકટર સમક્ષ સ્થાનિકોને રોજગારી અને અસરગ્રસ્તોને પેકેજ બાબતે એક્શન પ્લાન બન્યો હોત તો આ પ્રશ્નો ઉભા થયા જ ન હોત.આ વિસ્તારમાં મત્સ્યઉદ્યોગનો પણ વિકાસ થઈ શકે છે.તમે અમારા સમાજને ફક્ત અભણ અને મજબૂર સમાજ તરીકે જ જુઓ છો.એ તમારી ભૂલ છે.તમને ચેતવણી આપીએ છીએ કે 6 ગામ નાજ આદિવાસી ઓની આ સમસ્યા નથી સમગ્ર આદિવાસી સમાજ આ 6 અસરગ્રસ્ત ગામ ની સાથે જ છે ,દેશ ઉપર થી કોરોના સંકટ ટળવા દો પછી અમારે શુ કરવુ તે કરીશું ની ધમકી વાળો વિડિયો સોશીયલ મિડીયા મા વાયરલ થતાં સમગ્ર નર્મદા જિલ્લા મા ચર્ચાસ્પદ બનેલ છે .
એટલુ તો હવે આવા વિરોધો થી અને હવે ભાજપા નાજ હોદ્દેદારો 6 ગામ ના આદિવાસી ઓના પડખે આવી રહયા છે તયારે નિઞમ અને 6 ઞામ ના અસરગ્રસ્ત આદિવાસી સમાજ વચ્ચે સમાધાન કારી વલણ નહી અપનાવવામાં આવે તો આગામી દિવસોમાં ધરસન નક્કી જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here