નર્મદા : ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ કરી નર્મદા પોલીસે અઠવાડિયામાજ પ્રોહીબીશનના 23 કેસ કર્યા…

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

નર્મદા પોલીસ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરાતા બુટલેગરોમા ભારે ફફડાટ….

દારૂ જુગારની સતત પ્રવૃતિ કરનારાઓને પાસા અને તડીપાર કરાશે : જિલ્લા પોલીસ વડા

નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિહ દ્વારા સમગ્ર જિલ્લામા દારૂ નીબદીને નાબુદ કરવાની સુચના જીલ્લાના તમામ પોલીસ મથકમાં આપતા તેમજી નર્મદા એલ.સી.બી. ને ટેકનોલોજીનો ઉપયોગસ કરી ડ્રોન કેમેરાઓથી ગુનાહિત સથળો શોધવાની સુચના આપતાં પ્રોહીબીશનના 23 કેસ કર્યા હોવાનું જીલ્લા પોલીસવડા હિમકરસિહે માહિતી આપતા જણાવ્યું છે.
નર્મદા જિલ્લાના વાવડી, ભદામ, અકતેશ્રવર, તરોપા, ભુછાડ, નવાગામ, સુંદરપરા, જીતપરા, વાધપરા, વોરા, વજેરીયા, સાવલી,રાજપીપળા અને દેડિયાપાડા ખાતે થી 23 કેસ કર્યા હોવાનું જીલ્લાપોલીસ વડાહિમકરસિહએ જણાવ્યું છે.

વિશેષમા તેઓએ જણાવ્યું છે કે ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ કરી નર્મદા પોલીસને ગુનાખોરી નાથવામાં સફળતા મળી રહીં છે. સતત આવી ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલાઓને પાસા અને તડીપારની કાર્યવાહી હાથ ધરી કડક સજા આપવામા આવસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here