નર્મદા ડેમના મહિનાઓથી બંધ પડેલા વીજ મથકો ફરીથી ધમધમતા થયાં…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

ડેમમાં ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં કરોડો રૂપિયાની વીજ ઉત્પાદનની કામગીરી શરૂ

હજી ચોમાસાની ઋતુની માંડમાંડ શરૂઆત પણ નથી થઇ એ પહેલા જ રાજય માટેની જીવાદોરી સમાન નર્મદા બંધની જળસપાટી 127.70 મીટરે પહોંચી છે. જુન મહીનામા ચોમાસાની શરૂઆત પહેલા જ નર્મદા ડેમ આ સપાટીએ પહોંચવાનો આ પ્રથમ જ બનાવ છે.

મધ્ય પ્રદેશના ઇન્દિરા સાગર ડેમના ટર્બાઇન ચાલુ કરી વીજ ઉત્પાદન હાથ ધરાતુ હોય તેના ડિસ્ચાર્જ પાણી સીધું સરદાર સરોવરમાં આવી રહ્યું છે. નર્મદા ડેમ રાજ્યના ખેડૂતોને સિંચાઈનું અને પીવાનું પાણી પહોંચાડવા માટે સક્ષમ છે. ડેમના દરવાજા લાગતા ડેમની સ્ટોરેજ કેપેસિટી વધી છે અને નર્મદા બંધ સરોવરમાં 138.68 મીટર સુધીની ડેમની મહત્તમ સપાટી છે.

ચાલુ ચોમાસાની સીઝન દરમિયાન આ વર્ષે પાણીની તંગી જરાય નહીં સર્જાય એવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સૌની યોજના થકી ગુજરાતના 17 જિલ્લા, 78 તાલુકા અને 3144 ગામડાઓમાં પાણી પહોંચડાઈ રહ્યું છે. નર્મદા માઇનોર કેનાલ થકી પીવા માટે 1926 ક્યુસેક, SBC માં 3005 ક્યુસેક, KBC માં 625 ક્યુસેક અને સૌની યોજનામાં 1283 ક્યુસેક પાણી અપાઈ રહ્યું છે. જ્યારે બ્રાન્ચ કેનાલ નર્મદાના કમાન્ડ વિસ્તારમાંથી ઉદ્યોગોને 106 ક્યુસેક રાજસ્થાનમાં 410 ક્યુસેક પાણી તથા ઉત્તર ગુજરાતની પાઈપ લાઈન ટેન્ક ફીલિંગમાં કુલ 1082 ક્યુસેક પાણી અપાઈ રહ્યું છે આમ નર્મદા માઇનોર કેનાલમાંથી કુલ 7592 પાણી સપ્લાય થઈ રહ્યું છે. ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય કે નર્મદા બંધની જળ સપાટી જૂનની મધ્યમાં 127.70 મીટર થઈ છે જે આ સીઝનની સહુથી મહત્તમ સપાટી છે.
નર્મદા ડેમને જો દરવાજા લગાવ્યા ના હોત તો નર્મદા ડેમ જેની પહેલા મહતમ સપાટી 121.92 મીટરની જ હતી જે હાલમા 127.70 મીટરની સપાટીએ પહોંચતા. 5.78 મીટરની ઉચાઇએથી ઓવરફ્લો થયાંના દ્રશ્યો સર્જાયા હોત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here