નર્મદા : ડિફેન્સ સર્વિસ નેવીના જવાનનુ કોરોના ફરજ પર તૈનાત નર્મદાના PSI સાથે ઉધ્ધતાઈ ભર્યુ વર્તન…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

પોઇચા પુલ પર ફરજ પર તેનાત PSI પાઠકે નર્મદા જિલ્લામા પ્રવેશતા ઓખા નેવીના જવાનને માસ્ક માટે ટોકતા જવાનની ગેરવર્તણુંક..

નર્મદા જિલ્લા પોલીસ વડા આ મામલે નેવીના જવાન સામે પગલાં ભરવાં લીલી ઝંડી આપસે ખરા ???

નર્મદા અને વડોદરા જીલ્લાને જોડતા નર્મદા નદીના પોઇચા પુલ પર ફરજ બજાવતા નર્મદા પોલીસના PSI કે. કે. પાઠક સાથે ઓખા નેવીમા ફરજ બજાવતા ડિફેન્સના જવાન દ્વારા ઉધ્ધતાઈ ભર્યુ વર્તન કર્યાનો કિસ્સો પ્રકાશમા આવ્યો છે.
બનાવની વાત કરીએ તો વડોદરા જીલ્લામાંથી કાર લઇને નર્મદા જિલ્લામા નેવીના જવાન પ્રવેશી રહ્યા હતા, કારમાં સવાર ચાર ઇસમો પોઇચા નર્મદા નદીના પુલ પર આવતા ફરજ પર તૈનાત નર્મદા પોલીસના PSI કે. કે. પાઠકે નેવીના જવાનને તેણે માસ્ક પહેર્યા ન હોવાથી ટોકતા જવાન દ્વારા PSI પાઠક સાથે ઉધ્ધતાઈ ભર્યુ વર્તન કરવામાં આવેલ, જવાન જાણે યુધ્ધ મોરચે દુશમનો સાથે વર્તન કરતો હોય તેમ એક ફરજ પર તૈનાત પોલીસ ઓફિસર સાથે વાદવિવાદમા ચડભડ કરતો હતો. તે સમયે પુલ ઉપરથી અવરજવર કરતા લોકો પણ આ બધુ જોઇને અવાક્ થઈ ગયાં હતાં.

બે દિવસ પૂર્વે જ દેડિયાપાડાના CPI ચોધરી સાથે અણછાજતું વર્તન કરનારા બે ઇસમો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ઓખા નેવી ખાતે ફરજ બજાવતા ડિફેન્સ સર્વિસ નેવીના જવાન સામે પગલાં ભરવાંના આદેશ નર્મદા જિલ્લા પોલીસ વડા આપસે ખરા ????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here