નર્મદા : જીલ્લામાંથી કોરોના પોઝિટિવ બે કેસ એક સાથે મળી આવતા ચકચાર…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળાના દરબાર રોડ અને તરોપા પાસેના માસી ગામમાં કોરોનાના દર્દીઓ

10 વર્ષનો બાળક કોરોનાની ઝપેટમાં

આજરોજ રાજપીપળાના કોરોના હોસ્પિટલમાંથી દર્દી નં 13 ને તેના રિપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઈ અને તરત જ જીલ્લામા કોરોના પોઝિટિવના નવાં 2 કેસ પ્રકાશમા આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી.

રાજપીપળા ખાતેના દરબાર રોડ ઉપર રહેતા 48 વર્ષના દિપક દુધેશર રાવળનો ટેસ્ટ રિપોર્ટ 19 મી તારીખે લેવાયો હતો જેનો આજે રિપોર્ટ આવતા તે પોઝિટિવ જાહેર કરાયો હતો.

બીજા કેસમા તરોપા ખાતેના PHC સેન્ટર ખાતે મયાસી ગામ ખાતે રહેતો 10 વર્ષનો સાગર સુરેશ વસાવાનો ટેસ્ટ કરાયા બાદ તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી. રાજપીપળા ખાતેના કોરોના હોસ્પિટલમાં બનને દર્દીઓને દાખલ કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.આ સાથે જીલ્લામા કોરોના પોઝિટિવના દર્દીઑની સંખ્યા 15 ઉપર પહોંચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here