નર્મદા જીલ્લાનુ ધો 12 સાયન્સનુ પરીણામ માત્ર 36.93 % જ !!!!!

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

કેન્દ્ર સરકારે જાહેર કરેલા એસપીરેશનલ જીલ્લાઓની પોલ ખુલી

નર્મદા જિલ્લા સહિત દાહોદ અને છોટાઉદેપુરનુ પરીણામ રાજયમા સોથી ઓછુ

આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્તર કથડયુ આદિવાસી સમાજના શુભચિંતકો સહિત સરકાર માટે ચિંતાનો વિષય

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2020 માં લેવાયેલી ધો:12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા નુ પરીણામ આજરોજ બોર્ડ ની વેબસાઈટ ઉપર જાહેર થતા વિદ્યાર્થીઓ વાલીઓ મા પરિણામ ને જાણવા ભારે ઉત્સુક્તા જાગી હતી .આખા રાજ્યનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 71.34 ટકા આવ્યું છે.આ પરિણામ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી નિહાળી શકે છે.આ પરિણામમાં આ વર્ષે પણ ગુજરાતના આદિવાસી વિસ્તાર એવા નર્મદા, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ રાજ્યમાં સૌથી નીચું આવતા શિક્ષણ જગત અને વાલીઓ માટે એ ચિંતાનો વિષય બન્યું છે. ખાસ કરી ને શિક્ષણ ના સ્તર ને ઉંચુ લાવવા ના શિક્ષણ વિભાગ ના તમામ દાવા પોકળ સાબીત થયા છે.

આદિવાસી બહુમતી વાળા આ ત્રણેય જિલ્લાના પરિણામ પર નજર કરીએ તો નર્મદા જિલ્લાનું પરિણામ 36.93%, છોટાઉદેપુરનું 32.64% અને દાહોદ જિલ્લાનું 33.23% પરિણામ જાહેર થયું છે.અચરજની વાત તો એ છે કે આ ત્રણેય જિલ્લામાં A1 ગ્રેડમાં એક પણ વિદ્યાર્થીનો સમાવેશ થયો નથી.નર્મદામાં A 2 ગ્રેડમાં 1, B1 માં 5, B2 માં 33, C1 માં 53, C2 માં 130 અને D માં 61 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.દાહોદમાં A2 માં 6, B1 માં 30, B2 માં 63, C1 માં 131, C2 માં 218, D માં 84 વિદ્યાર્થીઓનો.અને છોટાઉદેપુર જિલ્લામાં A2 માં 1, B1 માં 8, B2 માં 14, C1 માં 60, C2 માં 154 અને D ગ્રેડમાં 63 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

કેન્દ્ર સરકાર ના નીતિ અયોગ દ્વારા ગુજરાતના નર્મદા અને દાહોદ આદિવાસી બહુમતી વાળા જિલ્લાને એસ્પીરેશનલ ડિસ્ટ્રીકટ તરીકે જાહેર કરાયા છે.જેને કારણે આ બન્નેવ જિલ્લામાં તમામ ક્ષેત્રે સરકાર વિશેસ ધ્યાન આપી રહી છે સાથે સાથે ગ્રાન્ટની પણ વિશેસ ફાળવણી કરાય છે.તેમ છતાં દિવસે દિવસે શિક્ષણનું સ્તર કેમ કથળી રહ્યું છે. ???? એ ચિંતાનો વિષય છે.જો આમ ને આમ રહ્યું તો એક સમય એવો પણ આવશે કે આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારમાં વાલીઓ પોતાના બાળકોને શિક્ષણ આપવાનું બંધ કરી મેગા સીટી તરફ ની રાહ પકડસે એમા કોઈ જ નવાઈ નહીં હોય, હાલ અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ ના કોઈજ ઠેકાણા નર્મદા જિલ્લા મા ના હોય ને જીલ્લા ના અધિકારી વર્ગ સહિત રાજપીપળા નગર સહિત આસપાસ વસવાટ કરતા પટેલ સમાજ ના ધણા લોકોએ પોતાના બાળકો ના અભ્યાસ માટે વડોદરા તરફ રહેણાંક મકાનોજ વસાવી લીધા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here