નર્મદા : જીતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતો જીઆરડી જવાન ઝાડ કાપતા નીચે પટકાતા મોતને ભેટયો…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળા પાસેના જીતનગર ખાતે ઝાડ કાપતા વીજ કરંટ લાગતા મોત થયાનો પરિવારજનોનો આરોપ

ઝાડ પરથી પડતા મોત થયું હોવાનું પોલીસનું તારણ પીએમ રિપોર્ટ બાદ સત્ય હકીકત બહાર આવશે

પોલીસ વિભાગ સહિત ડીઆરડી વિભાગમાં ફરી વળેલું શોકનુ મોજું

નર્મદા જિલ્લાના જીઆરડી વિભાગમાં ફરજ બજાવતા એક જીઆરડી જવાનનું નર્મદા જિલ્લા પોલીસના જીતનગર હેડક્વાર્ટર ખાતેની ફરજ દરમિયાન આજે સવારે ઝાડ કાપતી વેળા મોત થતા રાજપીપળા સિવિલ ખાતે બનાવની જાણ થતાં લોકટોળા ઉમટી પડયા હતા.

મળતી માહિતી અનુસાર નાંદોદ તાલુકાના છટવાડા ગામનો રાકેશ શુક્લાભાઇ વસાવા ઉ.વ. 29 નાઓનો જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતો હોય આજે તેની ફરજ જીતનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે હતી જેમાં તે ઝાડ કાપવાની કામગીરી કરી રહ્યો હતો તે દરમિયાન ઝાડ ઉપરથી પડી જતા તેનું મોત થયું હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે આ સમગ્ર બનાવને મૃતકના પરિવાજનો બીજાં જ નજરીયાથી જોઇ રહયા છે. મૃતક જીઆરડી જવાનના પરિવાર જનોનો આક્ષેપ છે કે તેને ઝાડ નજીકથી જતી ઇલેક્ટ્રિક લાઈન પરનો કરંટ લાગતા એ નીચે પટકાયો હોય અને તેનુ મોત નિપજ્યું છે.

ત્યારે સત્ય હકીકત પીએમ રિપોર્ટ બાદ બહાર આવશે. હાલ તેના મૃતદેહને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લવાયો હતો ત્યારે આ જીઆરડી જવાનનું કયા કારણથી મોત થયું છે એ હકીકત બહાર આવસે. રાજપીપળા પોલીસ આ સમગ્ર મામલામાં પોતાની તપાસ હાથ ધરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here