નર્મદા : જિલ્લા LCB પોલીસે સાગબારાની અનડીટેકટ ચોરીનો ભેદ ઉકેલ્યો…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

પેટ્રોલ પંપના માલિક નયન કોઠારીના ઘરમાથી રૂ. 4.23 લાખની ચોરી કરનારા ચોરને ઝડપી પાડયો

ટેકનિકલ સર્વેલન્સના આધારે નરવાડી ગામનો સુનિલ ઊર્ફે નરપત વસાવા પોલીસના શિકંજામા

નર્મદા જિલ્લા LCB પોલીસને જીલ્લા પોલીસ વડા હિમકરસિહ દ્વારા જીલ્લામા થયેલ ચોરીઓ સહિતના જે અનડીટેકટ ગુનાઓ નોધયા છે તેનો ભેદ ઉકેલવાની સુચના મળતા નર્મદા LCB ના PI એ. એમ. પટેલ અને PSI સી. એમ. ગામીતે પોતાના સ્ટાફ સહિત બાતમીદારોને કામે લગાડી સાગબારા ખાતેના પેટ્રોલ પંપના માલિક નયન કોઠારીના ઘરમા થયેલ રૂ. 423500 ની ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.
નર્મદા જિલ્લા LCB પોલીસે ચોરીના ગુનામાં સાગબારા તાલુકાના નરવાડી ગામ ખાતે રહેતા સુનિલ ઊર્ફે નરપત સુરેશ વસાવા ઉપર શંકાની શોય તકાતા તેની ઉપર ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપી પાડયો હતો. આરોપીને ઝડપી તેની પુછપરછ આદરતા તેણે ચોરી કર્યા નુ કબુલ્યું હતુ.
આ ઉપરાંત ઝડપાયેલાં ચોરી ના ગુનાના આરોપી સુનીલે ચીકાલી ગામે હાઇવે પર આવેલ પેટ્રોલ પંપ પાસેની પંકચર બનાવવાની દુકાનના માલિકનો મોબાઈલ ફોન પણ ચોરી કર્યાનુ કબુલ્યું હતુ.
સાગબારા પોલીસ મથકમાં નોંધાયેલા બન્ને અનડીટેકટ ચોરીનો ભેદ LCB પોલીસે ઉકેલી સાગબારા પોલીસના હવાલે આરોપી સહિત તેની પાસેથી મળી આવેલ મુદ્દામાલ સોપયો હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here