નર્મદા જિલ્લા હોમગાર્ડઝ કચેરીનો માનવતાવાદી અભિગમ….

રાજપીપળા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

કોરોના વાયરસ સામેની લડતમાં મુખ્યમંત્રીશ્રીના રાહત નિધિમાં રૂા. ૧,૮૫,૭૪૪ /- નું યોગદાન : જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારીને ચેક એનાયત

આજે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી વાયુવેગે ફેલાય રહી છે, દુનિયાનાં અનેક દેશો આ મહામારીનો શિકાર થઇ રહ્યા છે અને જગત જમાદાર એવા અમેરિકાનાં હાલ બેહાલ બની ગયા છે લાખો લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે જ્યારે હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે સમસ્ત ભારત દેશ અને ગુજરાત રાજ્ય પણ કોરોનાનાં અજગરી ભરડાથી બાકાત રહ્યું નથી. રોજે-રોજ આથમતા સુરજની સાથે કોરોના વાયરસના સંક્રમીતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આપત્તિના આ સમયે નર્મદા જિલ્લાની હોમગાર્ડઝ કચેરી, નર્મદા જિલ્લાના કમાન્ડન્ટશ્રી હરનીશકુમાર.એસ.રાવ તથા તેઓના તાબા હેઠળના યુનીટો હોમગાર્ડઝ સભ્યો તરફથી માનવતાવાદી અભિગમ અપનાવી જરૂરીયાતમંદોને જરૂરી મદદ મળી રહે તે માટે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના રાહતનિધીમાં ગઇકાલે રૂા.૧,૮૫,૭૪૪ નો ચેક રાજપીપલા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારીને ચેક એનાયત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લાના હોમગાર્ડઝ કમાન્ડન્ટશ્રી હરનીશકુમાર.એસ.રાવ, શ્રી મનોજભાઇ પટેલ ઊપસ્થિત રહ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here