નર્મદા જિલ્લા પ્રાથમિક શાળાના શિક્ષકોએ રૂ.42.93 લાખની રકમ કોરોનાની લડાઈ માટે મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમા આપી…

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

જીલ્લાના 2815 શિક્ષકોએ એક દિવસનો પગાર રાહત નિધિ ફંડમા દાન કર્યો

સમગ્ર દેશમાં કોરોના ની મહામારી એ કાળો કહેર વર્તાવ્યો છે તયારે સરકાર દ્વારા તમામ ને મદદ કરવાની હાકલ કરવામાંઆવી હતી,રાજય ના પ્રાથમીક શિક્ષકો ને તેમના રાજય કક્ષા ના સંગઠન ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંધ ગાંધીનગર તરફથી અપીલ કરતાનર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ ના કર્મચારીઓએ ૱ 42.93 લાખ ની રકમ નો ચેક જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી ને મુખ્યમંત્રી રાહતનિધિ ફંડ મા આપયો હતો.
નર્મદા જિલ્લા મા કુલ 2815 શિક્ષકો ફરજ બજાવે છે તયારે તમામે પોતાના એકદિવસ ના પગાર રાહત નિધિ ફંડ મા આપી સેવા નુ ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડયું હતું.
નર્મદા કલેક્ટર ને ચેક અર્પણ કર્યોતયારે Do. N. D. Patel જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નર્મદા સુરેશ ભગત પ્રમુખશ્રી પ્રાથમિક શિક્ષક સંઘ ફતેસિંગભાઈ વસાવા મહામંત્રી નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ કલમભાઈ વસાવા મહામંત્રી નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ સહિત ના ઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here