નર્મદા જિલ્લા પોલીસ દ્વારા લોકડાઉન દરમ્યાન 1923 વાહનો ડિટેઈન કરી રૂ .3.85 લાખનો દંડ વસુલયો…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

લોકડાઉન બાબતે 1065 કેસો કરી 1991 ઇસમો સામે જાહેરનામા ભંગની ફરિયાદો દાખલ કરવામાં આવી

લોકડાઉન અને કોરોનાના કહેર વચ્ચે લોકોના સ્વાસ્થયની જાળવણી થાય, એ માટે લોકોને જાહેર અપીલ કરી લોકડાઉનનો પાલન કરવાનો અનુરોધ કરાયો હતો . નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર હિતમા જાહેરનામા બહાર પાડવામાં આવેલ તેમ છતાં પણ લોકો જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરતા નજરે પડ્યા હતા. આ બાબતને નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા ખુબજ ગંભીરતાથી લેવામાં આવેલ હતી, અને સમગ્ર જીલ્લાની પોલીસને જાહેરનામાના કડક અમલ કરાવવાની સુચનાઓ આપવામાં આવી હતી જે અંતર્ગત નર્મદા જિલ્લામા જાહેરનામા ઓનુ ભંગ કરનારા લોકો પર પોલીસ વિભાગ દ્વારા ચાંપતી નજર રાખી ડ્રોન કેમેરા સર્વેલન્સ દ્વારા પણ ઠેરઠેર લોકો પર નજર રખાઈ હતી.

સમસ્ત લોકડાઉનના બે મહિના દરમ્યાન 25 મી માર્ચથી 25 મી મે સુધી પોલીસ વિભાગ દ્વારા જાહેરનામા ભંગની 1065 ફરિયાદો દાખલ કરવામાં આવી હતી, જે પૈકી ડ્રોન કેમેરા સર્વેલન્સ દ્વારા 67 અને નગરમાં ગોઠવવામાં આવેલ કેમેરા સર્વેલન્સ સહિત અન્ય કેમેરાની મદદથી 93 કેસો કરી 1991 લોકોને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લોકડાઉનના આદેશની નાફરમાની કરી માર્ગ પર ફરનારા 1923 વાહનો ડિટેઈન કરી રૂપિયા 385800 નો દંડ વસુલ કરાયો હતો. આ બાબતે જીલ્લા પોલીસ વડા હિમકરસિંહે જણાવ્યું હતું કે દંડની પ્રક્રિયા જાહેર જનતાના હિતમાં જ હાથ ધરી છે, કોરોનાની મહામારીથી લોકો સુરક્ષિત રહે, લોકડાઉનનુ ચુસ્ત પાલન થાય એ માટે નર્મદા પોલીસ સજ્જ હોવાનું તેઓએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here