નર્મદા જિલ્લા પોલીસના રેકોર્ડ ઉપર એકપણ ગુનો ન નોંધાતા સબ સલામત

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

જુગાર,પ્રોહીબીશન,ધાકધમકી,જાહેરનામા ઉલ્લંધન જેવાં કાયમ નોધાતી ફરિયાદો પણ ન નોંધાતાં પોલીસને હાસકારો

પોલીસ મથકમાં કોઇ બનાવ ની ફરિયાદ કે કોઈ ગુનો ન બન્યો હોય અને આરોપી સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં ન આવી હોય એવી ધટનાઓ જવલ્લેજ બનતી હોય છે. ત્યારે ગતરોજ તા 6 ઠ્ઠી જુન નો દિવસ નર્મદા જિલ્લા પોલીસ વિભાગ માટે શાંતિ અને સલામતી નો પુરવાર થયો હતો, કારણ જીલ્લા મા એકપણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ નહોતી. આ બનાવ ની ખાસ નોંધ લેવી ધટે,કારણ પોલીસ મથકમાં ફરિયાદ ન નોંધાઈ હોય કોઈ ગુનો પ્રકાશ મા ન આવ્યા હોય એવુ નહિવત્ કિસ્સા માજ બનતું હોય છે.

લોકડાઉન અને કોરોના ના કહેર વચ્ચે પણ જયારે લોકો મા ખુબજ ભયનો માહોલ હતો,લોકો પોતાના ધરો માજ કેદ જેવા થયા હતા,ધરની બહાર પણ નીકળતા નહોતા તે સમયે પણ અનેક ગુનાઓ ની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાતી હતી. જેમાં જુગાર રમવા ની ફરિયાદ, દેશી દારૂ ની ભઠ્ઠી ઓ નો મામલો, વિદેશી દારૂ ઝડપાયો હોવાની ફરિયાદ, મારપીટ ધાકધમકી ની ફરિયાદો સહિત મોટા પ્રમાણ માં લોકડાઉન ચાલતું હોય ને લોકો તેનુ પાલન ન કરતા, માસ્ક પહેરવાનુ ફરજીયાત હોય છતાં માસ્ક ન પહેરતા અને લોકડાઉન મા કરફ્યુ હોવા છતાં લોકો ધરની બહાર રખડતાં જાહેરનામા ભંગની અનેક ફરિયાદો જીલ્લા ના તમામ પોલીસ મથકમાં નોધાઇ હતી.

પરંતુ ગતરોજ નર્મદા જિલ્લા મા આવેલ એકપણ પોલીસ મથકમાં પાર્ટ 1 , પાર્ટ 2 , અકસ્માત કે અન્ય કોઈજ ગુનાની ફરિયાદ જ નોંધાઈ નથીં જેને હકારાત્મકતા ની દૃષટી એ જોઇએ તો ખુબજ સારી ધટના ધટી કહી શકાય. પોલીસ વિભાગે આવા દિવસો ને ખાસ યાદગીરી રૂપે યાદ રાખવા જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here