નર્મદા જિલ્લામાં NFSA હેઠળ સમાવિષ્ઠ તમામ રેશનકાર્ડ ધારકોને જૂન માસનું રેગ્યુલર તેમજ “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” હેઠળ “ફુડ બાસ્કેટ”થી વિનામૂલ્યે થઇ રહેલું અનાજ વિતરણ..

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લામા 4.75 લાખની જન સંખ્યાને અનાજનો લાભ

રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગીય જરૂરીયાતમંદ પરિવારો અનાજ પુરવઠાથી વંચિત ન રહે તે હેતુસર જીલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ભાણદ્રા, નવા વાઘપુરા સહિત જિલ્લાની ૨૨૧ વાજબી ભાવની દુકાનેથી તમામ NFSA ના કુલ ૯૪,૬૪૬ રેશનકાર્ડ (૪,૭૫,૩૧૬- જન સંખ્યા) ને તા. ૩૦ મી જુન સુધી માહે. જુન-૨૦૨૦ દરમિયાન રેગ્યુલર મળવા પાત્ર અનાજ તેમજ “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” હેઠળ વ્યક્તિદિઠ ૩.૫ કિ.ગ્રા ઘઉં, ૧.૫૦૦ કિ.ગ્રા.ચોખા, કાર્ડદિઠ ૧ કિ.ગ્રા ખાંડ અને ૧ કિ.ગ્રા ચણા વિનામુલ્યે “ફુડ બાસ્કેટથી” લાભાર્થીઓને વિતરણ કરવામાં આવી રહેલ છે.

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ભાણદ્વા ગામના ધી બોરીયા વિભાગ માટા કદની ખેડૂતોની સેવા સહકારી મંડળના સસ્તા અનાજની દુકાનદાર શ્રી જ્યંતિભાઇ વિઠ્ઠલભાઇએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના કારણે લોકોને મુશ્કેલી ન પડે તે માટે સરકારશ્રી દ્વારા ઘઉં, ચોખા, ખાંડ, ચણા, મીઠાનું વિના મુલ્યે NFSA હેઠળ સમાવિષ્ઠ લાભાર્થીઓને રેગ્યુલર તેમજ ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ હેઠળ વિતરણ કરવામાં આવે છે. લાભાર્થીઓ જ્યારે અનાજ લેવા આવે ત્યારે માસ્ક પહેરીને આવે છે અને સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાઇ રહે તેની ખાસ તકેદારી પણ રાખવામાં આવતી હોવાનું તેમણે જણાવ્યું હતું.

ગરૂડેશ્વર તાલુકાના ભાણદ્વા ગામના સસ્તા અનાજના લાભાર્થી શ્રીમતી જશીબેન અર્જુનભાઇ તડવીએ કહ્યું કે, અમને ઘઉં, ચોખા, ચણા અને મીઠું અમને વાજબી ભાવની દુકાનેથી મળી રહેવાથી અમે અત્યંત ખુશીની લાગણી વ્યક્ત કરવાની સાથે સરકારશ્રીનો પણ આભાર માનીએ છીએ.

ગરૂડેશ્વર તાલુકાના ભાણદ્રા ગામના સસ્તા અનાજની દુકાનના લાભાર્થી શ્રી મંગુભાઇ હિરાભાઇ તડવીએ કહ્યું કે, અમને સસ્તા અનાજની દુકાનમાંથી અમને છેલ્લા ત્રણ માસથી વિના મુલ્યે અમને અનાજ આપવામાં આવે છે જેમાં ઘઉં, ચોખા, ખાંડ અને મીઠાનો સમાવેશ થાય તે જેથી સરકાર નો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here