નર્મદા જિલ્લામાં NFSA રેશનકાર્ડ ગ્રાહકોને વિનામૂલ્યે બીજા તબક્કાનું અનાજ વિતરણ શરૂ

રાજપીપલા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

જીલ્લામાં ૨૦ હજારથી વધુ ગ્રાહકો હોવાથી લાંબી લાઈનો…..

નર્મદા જિલ્લામાં શનિવારથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ના અંદાજે ૨૦ હજાર થી વધુ NFSA રેશનકાર્ડ ધરાવતા ગ્રાહકોને બીજા તબક્કામાં વિનામૂલ્યે અનાજ નું વિતરણ શરૂ થતાંજ સોસીયલ ડિસ્ટન્સ જાળવવાની સુચનના કારણે દરેક દુકાનો બહાર મોટી લાઈનો જોવા મળી હતી.બીજા તબક્કામાં શરૂ થયેલા અનાજ વિતરણમાં વ્યક્તિ દીઠ ૧.૫૦ કિલો ચોખા અને ૩.૫૦ કિલો ઘઉં નર્મદા જિલ્લાની દરેક સરકારી સસ્તા અનાજની દુકાનો ઉપર થી આપવાનું શરૂ કરાયું છે.

હાલ કોરોનાવાયરસ ની મહામારીને ધ્યાન ઉપર લઇ સરકાર દ્વારા બીજા તબક્કામાં NFSA રેશનકાર્ડ ધારકો માટે વિનામૂલ્યે અનાજ વિતરણ શરૂ થતાં સોસીયલ ડિસ્ટન્સ નું પાલન કરવાના હુકમનું મોટાભાગની દુકાનના સંચાલકો પાલન કરતા જોવા મળ્યા હતા.માટે કેટલીક દુકાનો ઉપર રોડ પર પણ ગ્રાહકોની મોટી લાઈનો જોવા મળી હતી.જોકે કોરોના મહામારી માટે સોસીયલ ડિસ્ટન્સ જરૂરી હોય માટે દુકાનો પર અનાજ લેવા આવનાર ગ્રાહકો એ પણ આ માટે પૂરો સહકાર આપી નિયમનું પાલન કરતા શાંતિ પૂર્ણ રીતે આ વિતરણ શરૂ થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here