નર્મદા જિલ્લામાં સરકારી વિકાસના કામો તથા ખાનગી બાંધકામ સહિતના કામો શરૂ થયા…

ગરૂડેશ્વર,(નર્મદા)

પ્રતિનિધિ :- મનોજ પારેખ(સેલંબા)

લાંબા સમયના લોકડાઉન બાદ શ્રમિકોના સ્કેનિંગ સાથે ગરુડેશ્વર બ્રિજનું કામકાજ શરૂ થયું.સ્થાનિક લોકો દ્વારા કામગીરી શરૂ કરાઈ.

કોઈ બિલ્ડર કે કોન્ટ્રાક્ટર બહારથી શ્રમિકો લાવે તો જે તે જિલ્લામાંથી સ્કેનિંગ કરીને લાવે : ડૉ કશ્યપ

ગરુડેશ્વર ખાતે નર્મદા બ્રિજનું કામ સોશિયલ ડિસ્ટન્સ રાખીને શરૂ કરાયુ

ત્રીજા લોકડાઉનમાં નર્મદા જીલ્લામાં વિકાસના કામો અટકેલા કામો શરૂ કરાયા છે. પરપ્રાંતીઓ ના કામદારો જતા રહ્યા હોવાથી હાલ નર્મદાના સ્થાનિક કામદારો પાસેથી કામોથી લેવડાવતા સ્થાનિકો માટે રોજગારીના નવા દ્વાર પુનઃ ખુલ્યા છે. જેમાં નર્મદા જિલ્લામાં સરકારી વિકાસના કામો તથા ખાનગી બાંધકામ સહિતના કામો શરૂ થયા છે. જેમાં લોકડાઉનમાં લાંબા સમયથી બંધ રહેલું નર્મદા નદી પર આવેલ ગરુડેશ્વર બ્રિજનું કામકાજ ફરી એકવાર શરૂ થયું છે. જેમાં શ્રમિકોના સ્કેનિંગ કરાવ્યા બાદ અને સોશિયલ ડિસ્ટન્સ સાથે રાખીને કામકાજ શરૂ કરાયું છે.
નર્મદા જિલ્લામાં બંધ પડેલા વિકાસના કામો પણ હાલ ચાલુ કરી દેવાયા છે, ત્યારે સ્થાનિક નર્મદા જિલ્લાના કામદારો, કડિયા હોય તો તકલીફ નહીં રહે, પરંતુ કોન્ટ્રાક્ટરો જો આજુબાજુના જિલ્લા માંથી લાવતા હતા પણ હવે માત્ર સ્થાનિક કસમ ઇકો દ્વારા જ કામ લેવાય રહ્યું છે.
નર્મદા જિલ્લો કોરોના મુક્ત બની ગયો છે છતાં આરોગ્ય વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. બાંધકામના સ્થળે કે અન્ય કામ હોય સ્થાનિક શ્રમિકો કામગીરી કરી રહ્યા છે જો કોઈ બિલ્ડર કે કોન્ટ્રાક્ટર બહારથી તમે કોલ આવે તો જે તે જિલ્લા માંથી સ્કેનિંગ કરીને લવાઈ છે નર્મદા માં આવ્યા પછી તેમનું ફરી ચેકિંગ થાય છે તેમ એપેડેમીક ઓફીસર ડો આર.સી. કશ્યપે જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here