નર્મદા જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોધાયો…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

ગરૂડેશ્વર તાલુકાના અકતેશ્વરની મહિલાનો ગઇકાલે લેવાયેલ સેમ્પલ રિપોર્ટ આજરોજ પોઝિટિવ આવ્યો

જીલ્લામાં કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યા 24 પર પહોંચી

રાજપીપળામાં હાલ 6 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ

નર્મદા જિલ્લામાં આજરોજ કોવિડ 19 કોરોના પોઝિટિવનો વધુ એક કેસ પ્રકાશમાં આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી. નર્મદા જિલ્લામાં કુલ 24 કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં હાલ 6 દર્દીઓ રાજપીપળા ખાતેના કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા એપેડેમીક ઓફિસર ડો.કશ્યપના જણાવ્યા અનુસાર નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના અકતેશ્વરની મહિલાનો ગઇકાલે લેવાયેલો સેમ્પલ રિપોર્ટ આજરોજ પોઝિટિવ આવ્યો છે.

શીતલબેન પ્રદીપભાઈ પટેલ નામની 21 વર્ષિય મહિલા તા.9 મી જુનના રોજ અમદાવાદથી ગરૂડેશ્વર તાલુકાના અકતેશ્વર ગામ ખાતે આવેલ હતી જેનું સેમ્પલ ગતરોજ તા 10 મી ના રોજ લેવામા આવેલો આ રિપોર્ટ આજરોજ આવતા મહિલા કોરોના પોઝિટિવ હોવાનુ બહાર આવ્યુ છે.
કોરોના પોઝિટિવ મહિલાને રાજપીપળાના કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર માટે રખાતા હાલ દવાખાનામાંમા 6 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here