નર્મદા જિલ્લામાં લોકડાઉનના ૮૦ દિવસ બાદ પણ જનસેવા કેન્દ્રો બંધ !!! અરજદારો મુશ્કેલીમાં

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

ભરૂચ,વડોદરા સહિતના જિલ્લાઓમાં બે દિવસથી જનસેવા કેન્દ્ર ખુલ્લા મુકાયા નર્મદા જિલ્લામાં ક્યારે ખોલાશે ??

રેશનકાર્ડ,આવક,જાતિના દાખલા સહિતની ઓનલાઈન કામગીરી બંધ રહેતા ચાલુ થવાની કાગડોળે રાહ જોતા અરજદારો

કોરોના બાદ લોડાઉનના કારણે સમગ્ર દેશમાં ધંધા રોજગાર સહિત મોટાભાગની કચેરીઓ પણ બંધ રહી હતી ત્યારબાદ સરકારે હાલ મોટી છૂટ આપી જેમાં સરકારી કચેરીઓ પણ ખુલ્લી મુકાઈ છે ત્યારે નર્મદા જિલ્લામાં જનસેવા કેન્દ્રો હજુ સુધી ખુલ્લા નહીં મુકાતા ઓનલાઇન કામગીરી માટે આવતા અરજદારોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

જાણવા મળ્યા મુજબ ભરૂચ,વડોદરા સહિતના કેટલાય જિલ્લાઓમાં જનસેવા કેન્દ્રો બે ત્રણ દિવસથી ખુલ્લા મુકાયા છે. ત્યારે નર્મદા જીલ્લામાં પણ આ કામગીરી શરૂ થશે તેવી મહિનાઓથી રાહ જોઈ રહેલા અરજદારો હજુ ધક્કા ખાઈ પરત ફરતા જોવા મળી રહ્યા છે. જેમાં રેશનકાર્ડ,આવક,જાતિના દાખલા સહિતની જનસેવામાં આવતી તમામ ઓનલાઈન કામગીરી બંધ રહેતા આ કામગીરી વહેલી તકે શરૂ કરાઈ તેવી લોક માંગ ઉઠી છે.

જનસેવા કેન્દ્રો ખુલ્લા મુકાયા બાદ સોશિયલ ડિસ્ટનસિંગ સહિતના નિયમોનું પણ પાલન કરવાનું હોય તંત્ર દ્વારા આ કેન્દ્રો ઉપર મંડપ સહિતની લોકડાઉનના નિયમોમાં આવતી તમામ સુવિધાઓ પણ વહેલી તકે ઉભી કરાય અને લોકોના અટકેલા કામો જલદી પૂર્ણ થાય તે દિશામાં તંત્ર પગલાં લે તે ખુબજ જરૂરી છે.

નર્મદામાં પણ જલ્દી જનસેવા કેન્દ્રો ચાલુ થશે :કલેકટર નર્મદા

નર્મદા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી સાથે વાત કરાઈ કે ભરૂચ,વડોદરા સહિત અનેક જિલ્લામાં જનસેવા કેન્દ્રો બે દિવસથી ખુલી ગયા છે તો નર્મદા જિલ્લામાં કેમ હજુ બંધ છે..? ત્યારે કલેક્ટરે હકારાત્મક જવાબ આપતા જણાવ્યું કે આપણે ત્યાં પણ હવે એ કેન્દ્રો ચાલુ થશે. પરંતુ ક્યારથી શરૂ થશે એ બાબતનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. ત્યારે જનહિતમા ત્વરિત જ જનસેવા કેન્દ્રો શરૂ થાય એ ઇચ્છનીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here