નર્મદા જિલ્લામાં રહેતા 250 જેટલા ઉત્તરપ્રદેશના પરપ્રાંતીઓને વતન મોકલવાની કામગીરી…

રાજપીપલા,(નર્મદા)
પ્રતિનિધિ :- આશિક પઠાણ

પરપ્રાંતિઓની આરોગ્ય ચકાસણી બાદ બસ મારફતે રાજપીપલાથી વડોદરા અને ત્યાંથી રેલવે મારફતે વતન મોકલવામાં આવશે

પરપ્રાંતિઓ પાસે વતન જવા માટે વ્યક્તિ દીઠ 820 રૂપિયા ભાડું લેવાયું, મફત લોકોને વતન મોકલવાના સરકારના દાવા પોકળ…

રાજપીપળા એસ. ટી. ડેપો ખાતે ભેગા કરી બસ મારફતે વડોદરા મોકલાયા

પ્રવર્તમાન સમયમાં માનવભક્ષી એવા કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં કોહરામ મચાવી દીધો છે, આજદિન સુધી સમસ્ત દુનિયામાં લાખો લોકો કોરોનાની ઝપેટમાં આવી સંક્રમિત થયા છે જયારે એક લાખથી પણ વધુ લોકેએ પોતાના જીવ ગુમાવ્યા છે. હાલ વિશ્વ સહીત ભારત સરકાર પણ કોરોનાથી મુક્તિ મેળવવા અથાગ મેહનત કરી રહી છે તેમજ સમગ્ર દેશમાં 24 માર્ચથી લાગુ કરેલ લોકડાઉનને ત્રીજા ચરણ સુધી એટલે કે 17 મેં સુધી વધારી દેવામાં આવ્યો છે તેમછતાં ભારત સહીત ગુજરાતમાં કોરોના પોઝિટીવ દર્દીઓમાં લગાતાર વધારો નોંધાઈ રહ્યો છે,આ લોકડાઉનને લઈને રોજ મજુરી કામ કરી પોતાનું પેટીયું રડતા અનેક ગરીબ લોકોનું રસોડું ઠંડુગાર બની ગયું છે, જયારે પરપ્રાંતથી કામ ધંધા માટે ગુજરાત આવેલ શ્રમિકો નિરાધાર બની જતા પોતાના માદરે વતન જવા મેદાને પડ્યા હતા. જેને લઈને સરકારે જીલ્લા મુજબ નોંધણી કરી તેઓને પોતાના વતન મોકલવાની કામગીરી હાથ ધરી હતી.

અમારા પ્રતિનિધિ થકી મળતી વિગતો મુજબ નર્મદા જિલ્લામાં નાનો મોટો વ્યવસાય અને નોકરી કરી પોતાનો જીવનનિર્વાહ કરતા પરપ્રાંતીઓને આજે રાજપીપળા ખાતેથી ઉત્તર પ્રદેશ પોતાના વતન મોકલવાની કામગીરીનો આરંભ કરાયો હતો, જે સંદર્ભે રાજપીપલા એસટી ડેપો ખાતે 258 જેટલા પરપ્રાંતીઓનું લિસ્ટ તૈયાર કરી તંત્ર દ્વારા તેમના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી ત્યારબાદ સાંજે તેમને બસ મારફતે વડોદરા મોકલી ત્યાંથી ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ પોતાના વતન મોકલવામાં આવશે આ બાબતે દરેક પરપ્રાંતિય પાસેથી વ્યક્તિદીઠ ૱ 820 રૂપિયા લેવામાં આવ્યા હતા , તેમ પરપ્રાંતિયોએ જણાવ્યું હતું ઉપરાંત લોકડાઉન દરમિયાન રોજગાર ધંધા બંધ થતા પરપ્રાંતીઓ ને પોતાને વતન જવાની જરૂર પડી છે ત્યારે પોતાના વતનને જઈ રહેલા પરપ્રાંતીઓ એ ખુશી વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here