નર્મદા જિલ્લામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂના વેપલામાં સંડોવાયેલા યુવાનો…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લા પોલીસની સજાગતાથી નિયમિતપણે પકડાતાં દારૂના વેપલા સાથે સંકળાયેલા બુટલેગરો

નર્મદા LCB પોલીસે દેડિયાપાડા તાલુકાના ગંગાપુર ત્રણ રસ્તા ખાતે એકટિવા પર વિદેશી દારૂ લઇ પસાર થતા યુવકને ઝડપી પાડયો

દેડિયાપાડા તાલુકાના ઉમરાણ ગામના યુવકને ઝડપી રૂ. 40 હજારનો મુદ્દામાલ જપ્ત

નર્મદા જિલ્લામા ખુબજ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો વેપલો ફેલાઈ રહ્યો છે, નિયમિતપણે નર્મદા જિલ્લા પોલીસ વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીઓને ઝડપી દારૂના દુષણને નાથવાની કોશિશ કરી રહી છે, પરંતુ યુવાન વયનાં યુવકો હવે મોટર સાઈકલો પર વિદેશી દારૂ લઇ પસાર થતા ઝડપાયા હોય યુવાનોનો દારૂ ધુસાડવા માટે કેરિયર તરીકે ઉપયોગ થાય છે કે તેઓ પોતે શોર્ટકટમા નાણાં કમાવવા વેપલો કરી રહ્યા છે એ પોલીસ માટે હવે તપાસનો એક ગંભીર પશ્ર બની ગયેલ છે.

રાજપીપળા નગરમાથી ગતરોજ જ એક લબરમુછીયો યુવાન વિદેશી દારૂના બીયર સાથે ઝઝડપાયો હતો, જેની ગણતરીના કલાકોમા જ અન્ય એક દેડિયાપાડા તાલુકાના ઉમરાણ ગામના 24 વર્ષિય શિવજી ગોમાભાઇ વસાવા નામનાં યુવાનને દેડિયાપાડા તાલુકાના ગંગાપુર ત્રણ રસ્તા ખાતે એકટિવા પર વિદેશી દારૂ લઇ પસાર થતા નર્મદા જિલ્લા LCB પોલીસે ઝડપી પાડયા છે.

નર્મદા જિલ્લા LCB પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી. એમ . ગામીતને બાતમી મળેલ કે એક યુવાન એકટિવા મોટર સાઈકલ ઉપર વિદેશી દારૂ લઇને આવી રહયો છે જેથી પોલીસે દેડિયાપાડા સાગબારા રોડ ઉપર પોતાની વોચ ગોઠવી હતી, બાતમી મુજબ યુવાન આવતાં તેની પુછપરછ આદરતા તેની પાસેથી નર્મદા LCB પોલીસે ઇગ્લીશ દારૂના કવાટરિયા અને બિયરના ટીન ઝડપી પાડ્યા હતાં. અને યુવાનની કાયદેસરની અટકાયત કરી તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરી એકટિવા મોટર સાઈકલ સહિત વિદેશી દારૂનો જથ્થો મળી કુલ રુપિયા 40000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here