નર્મદા જિલ્લામાં મિલ્કતોના દસ્તાવેજ કરવાને સરકાર ની લીલી ઝંડી….

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

નર્મદા જિલ્લાના તાબા હેઠળની તિલકવાડા, ડેડીયાપાડા અને સાગબારાની કચરીઓમાં પણ દસ્તાવેજ નોંધણી થઈ શકસે..

ઓનલાઇન નોંધણી અને દસ્તાવેજ ફી અગાઉંથી જ ભરવાની રહેશે

સમગ્ર વિશ્વ કોરોના વાયરસના કારણે પ્રભાવિત થયું છે. દેશભરમાં કોરોના વાયરસ ન ફેલાય તે માટે લોકડાઉન અમલમાં છે. રાજ્યની નગરપાલિકા, મહાનગરપાલિકા સિવાયના વિસ્તારમાં આવેલી સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી શરૂ કરવા માટે સરકારશ્રીએ નિર્ણય લીધો છે, જે અંતર્ગત નર્મદા જિલ્લામાં સબરજીસ્ટ્રાર કચેરી, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા કચેરીનો સમાવેશ થયેલ છે.
માત્ર ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવી અને ઓનલાઇન નોંધણી ફી ભરી દસ્તાવેજ નોંધણી માટે જઇ શકાશે. હાલના તબક્કે નોંધણી સિવાયની નાગરિકલક્ષી નકલ અને શોધની કામગીરી બંધ રહેશે તથા ઇન્ડેક્ષ નકલ, દસ્તાવેજની ખરી નકલ તથા શોધ રિપોર્ટ હાલ મળશે નહીં. સબરજીસ્ટ્રારોને સામાજિક અંતર તેમજ સેનીટાઇઝેશન સહિતના તકેદારીના તમામ પગલા લેવાના રહેશે. તેમજ પક્ષકારોને ઓનલાઇન એપોઇમેન્ટ લઇને જ દસ્તાવેજ નોંધણી અર્થે ૧૫ મિનીટ પહેલાં આવવાનું રહેશે, કોઇ સ્થાનિક વિસ્તારમાં હોટસ્પોટ કે કરફ્યું જાહેર થયેલી કચેરી બંધ કરવામાં આવશે. વધુમાં www.egarvi.gujarat.gov.in ઉપર માહિતી મેળવી શકાશે.
તદઉપરાંત બે વ્યક્તિ વચ્ચે ૬ ફુટનું અંતર જળવાઇ રહે તેવી વ્યવસ્થા ગોઠવવી પડશે, સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ તે રીતે વીડીયો રેકોર્ડીંગ, અંગુઠાનું નિશાન લેવાની સુવિધા ઉભી કરવાની રહેશે, મિલ્કતદારોએ ફરજીયાત પણે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે, દસ્તાવેજ નોંધણી માટે ઇ- પેમેન્ટથી નોંધણી ફી ભરવી પડશે, હાલ દસ્તાવેજ નોંધણીની કામગીરીને જ પ્રાથમિકતા અપાશે, સ્કેનિંગ, પ્રિન્ટીંગ જેવી કામગીરી પૂર્ણે થયા બાદ દસ્તાવેજ માટે પક્ષકારને રૂબરૂ બોલાવાશે, કચેરીમાં તમામ આવનાર પક્ષકારોએ માસ્ક પહેરીને આવવાનું રહેશે અને નિયમોનું પાલન કરવાનું રહેશે, તેમ શ્રી એન.એસ.ડામોર,નોંધણી નિરીક્ષકશ્રી (મો- ૯૪૨૭૩૪૧૮૭૪), નોંધણી નિરીક્ષકશ્રીની કચેરી, રાજપીપલા પ્રાંત કચેરીની બાજુમા, લાલટાવર પાસે, રાજપીપલા, જિ.નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here