નર્મદા જિલ્લામાં ભૂંડોના ત્રાસથી જુવારના પાકને બચાવવા તારની વાડમાં ઇલેક્ટ્રિક કરંટ છોડતા 10 વર્ષીય બાળકનુ મોત…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નાંદોદ તાલુકાના અકુવાડાની અકલ્પનિય ઘટનાની પોલીસ મથકમાં ફરિયાદ

પોતાનો પાક બચાવવા જતા ફળિયાના 10 વર્ષીય બાળકનુ મોત થતાં ગ્રામજનોમા રોષ

નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના અકુવાડા ગામમાં કરંટ લાગતા માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર અકુવાડામાં રહેતા રાજેન્દ્રભાઇ લલ્લુભાઇ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તેમના ફળિયાના બળદેવભાઇ ચંદ્રસિંગભાઈ વસાવાએ પોતાના જુવારના ઉભા પાકને ભૂંડો ન બગડે એ માટે વાડામાં તાર બાંધી તેમાં ઇલેક્ટ્રીક કરંટ ચાલુ કર્યો હતો જોકે પોતે જાણતા હતા કે આમ કરંટ મુકતા અન્ય માટે પણ એ જીવલેણ સાબિત થઈ શકે છે છતાં પોતાનો જુવારનો પાક બચાવવા આ યુક્તિ વાપરતા ઘરના વાડાને ફરતે લાકડાના ખુંટા લગાડી તેની સાથે તાર બાંધી તેમાં ઇલેક્ટ્રીક્ટ કરંટનો સપ્લાય આપ્યો હતો.

ગામ માજ રહેતા રાજેન્દ્રભાઇ નો પુત્ર આયુષ(ઉ.૧૦) ફળિયાના બીજા છોકરાઓ સાથે રમતા રમતા જયાં કરંટ મુકયો હતો એ વાડા તરફ જતાં લગાવેલ તારને અડતાંની સાથે જ તારમાં આયુષને કરંટ લાગતા તેનું મોત થયું હતું. આ બાબતે આમલેથા પોલીસે આઇ. પી.સી. ની ધારા 304 મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here