નર્મદા જિલ્લામાં પ્રીમોનસુનનુ આગમન સાગબારા તાલુકામાં 18 મી.મી. વરસાદ ખાબક્યો…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

અરબી સમુદ્રમાં સર્જાયેલ તોફાનને પગલે સમગ્ર નર્મદા જિલ્લામા વરસાદી વાતાવરણ

વાદળો વચ્ચે સુરજદાદાની સંતાકૂકડીથી લોકોને ગરમીમાં રાહત મળી

નર્મદા ડેમમા ઉપરવાસથી પાણીની આવક થતાં જળસપાટી 123.54 મીટરે સપાટીમા બે મીટરનો વધારો

અરબ મહાસાગરમા નિસર્ગ વાવાઝોડુ ફૂંકાતા નર્મદા જિલ્લામા છેલ્લા બે દિવસથી ચોમાસાનો માહોલ જામ્યો હોય એવુ લાગી રહયું છે. જીલ્લાના સાગબારા તાલુકામા ગતરોજ વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગની આગાહીના પગલે નર્મદા જિલ્લામા છેલ્લા બે દિવસથી ચોમાસાના આગમન જેવું જ વાતાવરણમાં જોવા મળી રહ્યું છે. આકાશમા કાળા ઢીમ વાદળો અને સુરજદાદા વચ્ચે સંતાકૂકડીની રમત રમાતી હોય જીલ્લાવાસીઓ બે ત્રણ દિવસથી ગરમીમા રાહતનો અનુભવ કરી રહ્યા છે.
રાજપીપળા નગરમા આજરોજ વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદના અમી છાંટણા થયા હતા. જોકે જીલ્લાના સાગબારા તાલુકામા ગતરોજ 18 મી.મી. જેટલો વરસાદ વરસ્યો હતો. જયારે જીલ્લાના અન્ય વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ ના છેલ્લા બે દિવસ થી મંડાણ થયા છે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી અચાનક જ ભરઉનાળે બે મીટર જેટલી વધી ગઇ હોવાનું જાણવા મળ્યું છે, ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક થતાં આજરોજ નર્મદા ડેમની જળસપાટી 123.54 મીટરે નોધાઇ છે. જે રાજયના ખેડૂતો માટે ખુબજ સારા સમાચાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here