નર્મદા જિલ્લામાં પ્રથમ વરસાદમાં જ દેવનદીમાં પુર આવતાં કણજી ખાતેના કોઝવે પુલ પર પાણી ફરી વળ્યા…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

વાંદરી, માથાસર, ડુડાખાલ ગામોમા જવા જીવના જોખમે લોકોએ નદી ઓળંગી

કેન્દ્ર સરકારના એસપીરેશનલ જીલ્લામા આદિવાસીઓની ચોમાસામા કફોડી હાલત

દેવ નદી પર મોટો પુલ બનાવવાની વિસ્તારના લોકોની માંગણી

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના છેવાડા અને ડુંગરોમાં આવેલા કણજી ગામ પાસે જંગલોમાથી વહેતી દેવનદી પર કોઝવે બનાવવામાં આવેલો છે . જે પ્રથમ વરસાદે જ પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી.

દેડિયાપાડા કણજી, વાંદરી, માથાસરમા વસવાટ કરતા લોકો માટે ચોમાસાની સીઝનમા ખુબજ મોટી સમસ્યા છે. ચોમાસામાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા પણ દેડિયાપાડા તાલુકાના છેવાડાના ગામોને મળતી નથી અને ડુંગરોમાં આવેલું કણજી ગામ પાસે દેવનદીમા પુર જેવી પરિસ્થિતિમાં સગૅભા મહિલાઓ, વિધાર્થીઓ તેમજ દૂધભરવા માટે દેવનદી પાર કરીને જવું પડે છે કોઝવે ના કારણે હેરાન પરેશાન થવાનો વારો મંડળીઓને ખેડૂતોને ભારે હાડમારી વેઠવાનો વારો આવે છે . આ કોઝવેની જગ્યાએ પુલ બનાવવા માટેની માંગ આ વિસ્તારમા વસતા આદિવાસીઓ કરી રહ્યા છે. ભરતભાઈ તડવી નામના આગેવાનના જણાવ્યા અનુસાર તણાઈ જવાની બીક સાથે કોઝવે પાર કરવો પડતો હોય છે શુ કરીએ અમારી મજબુરી છે કોઝવે પુલ પર પાણી ફરી વળ્યા હોય ત્યારે પાણી ઉતરી જવાની કલાકો સુધી રાહ જોવી પડે છે. કણજી ગામ પાસે મહારાષ્ટ્ર રાજયની બોડૅર આવેલી છે કલાકો પછી દેવનદીનું પાણી ઉતરી દેવનદી પર મોટો પુલ બાધવો જોઈએ એમ તેઓએ જણાવ્યું હતું.

કુકડીપાદર, જાગઠી, અરેઠી અને ડુમખલ જેવા ગામના લોકો ચોમાસામાં ભારે આપદા ભોગવતા હોય છે. આ ગામોમા પણ અવરજવરની ભારે તકલીફ ચોમાસાની સીઝનમા પડતી હોય છે. કણજી ગામના આ કોઝવે પર દેવનદીના પાણી ફરી વળ્યા હતા જેથી વાહનો લઈને જવું બંધ થયું હતું માટે આં કોજવેની સમસ્યાને લઈને કણજી ગામના લોકોની અત્યંત દયનીય હાલત થઈ હતી.

નર્મદા જિલ્લાને કેન્દ્ર સરકારે એસપીરેશનલ જીલ્લા તરીકે જાહેર કરેલ છે, કરોડોની ગ્રાન્ટો આવે છે નાણાં આદિવાસીઓની સમસ્યાઓ દુર કરવામાં વપરાતા હોય તો પછી વર્ષોથી આદિવાસીઓ યાતનાઓ કેમ ભોગવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here