નર્મદા જિલ્લામાં પશુઓની દયનીય હાલત…જાહેર માર્ગો પર મરવા મજબુર

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળા સંતોષ ચોકડી પાસે ત્રણ-ત્રણ દિવસથી બિમાર અશક્ત ગાય કણસતી રહી

નર્મદા જિલ્લામા ગૈશાળા ક્યારે બંધાશે ??

નર્મદા જિલ્લાના રાજપીપળામા રખડતાં ઢોરોનો ભારે ત્રાસ છે, રાજપીપળા નગર સહિત સમગ્ર જીલ્લામા એકપણ ગૌશાળા ન હોય ખાસ કરીને પ્રાણીઓ જયારે બિમારીમા સપડાય છે ત્યારે તેને સારવાર આપવી ખુબજ કઠિન થઇ પડતું હોય છે. પશુ દવાખાનુ છે પરંતુ તેની કેટલીક મર્યાદાઓને લીધે તમામ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ નથી.

રાજપીપળાના સંતોષ ચોકડી પાસે આવેલ ઇન્ડસન્ડ બેંકની સામેજ છેલ્લા ત્રણ દિવસથી એક ગાય કણસતી પડી હતી. આ ગાયનો કોઇ માલિક ગાયની દયનીય હાલત હોય ને પોતાની છે એવું કહેવા ફરક્યો જ નહોતો !!! ખેર આ ગાય અંગે એનિમલ વેલફેર વાળાને જાણ થતા એક મહિલા કર્મચારીએ ગાયને ટ્રીટમેન્ટ આપી હતી.
આ બાબતની જાણ SPCA ના મેનેજીંગ કમિટી મેમ્બર આશિક પઠાણ સહિત નગરપાલિકા પ્રમુખ જીગિશાબેન ભટ્ટના પતિ રશ્મિભાઈ, જીવદયાની પ્રશંસનીય કામગીરી કરતા પ્રેમ વસાવાને થતાં તેઓ પહોંચી ગયા હતાં. આ બાબતે તવરિતજ પશુ દવાખાનાના તબીબ નિરવ, તેમજ ડૉ રિજવાન સહિતની ટીમ આવી પહોંચી હતી અને તપાસ કરતા ગાયને ડાયેરિયા તેમજ વીકનેસ હોવાનું તેમજ વિપુલ પ્રમાણમાં પ્લાસ્ટીક ખાધુ હોવાનું તેઓએ જણાવ્યું હતું.
રાજપીપળાથી આ અશક્ત ગાયને સારવાર મળી રહે એ માટે કરજણ ખાતેની ગૌશાળામાં ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી.

SPCA કમિટી પાસે લાખો રૂપિયાનુ ભંડોળ જીલ્લામા ગોશાળા કયારે ???

નર્મદા જિલ્લામા ઘણા સમયથી ગૌશાળા બનાવવાની માગણી કરવામાં આવી રહી છે, પરંતુ એનકેન પ્રકારે કાવાદાવા ઓમાં ગોશાળા બનતી નથી.નર્મદા જીલ્લો મહારાષ્ટ્રને અડીનેજ બોર્ડરનો જીલ્લો હોય પશુઓની તસ્કરી પણ મોટા પ્રમાણમાં થાય છે, રખડતાં ઢોરોનો ભારે ત્રાસ છે ત્યારે એક ગોશાળા હોવી ખુબજ જરુરી છે.
આ મામલે SPCA એટલે પ્રાણી ક્રુરતા અત્યાચાર નિવારણ સમિતિ નર્મદા પાસે લાખો રૂપિયાનુ ભંડોળ પણ પડેલ છે, છતાં તેનો કોઇ જ ઉપયોગ થતો નથીં !! ખુબજ આશ્ચર્યની વાત છે.
વર્ષમા એકાદ વાર SPCA ની મિટીંગ મળે છે ચર્ચા વિચારણા કરી છુટા પડાય છે, ત્યારે આ કમિટીના અધયક્ષ નર્મદા જિલ્લા કલેક્ટર હોયને આ કમિટીની તાત્કાલીક મિટીંગ બોલાવીને જીલ્લામા ગોશાળાનુ નિર્માણ થાય એ દિશામાં તેઓએ તવરિતજ પગલાં ભરવાં જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here