નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસના આજે વધુ ૪ પોઝિટીવ કેસ નોંધાયા…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૭૫ સેમ્પલ પૈકી ૪ સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યા

જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝીટીવ ૫ કેસના દર્દીઓ સારવાર હેઠળ છે

3 દર્દીઓને રજા અપાયાના ગણતરીના કલાકોમા જ નવા 4 પોઝિટિવ કેસો પ્રકાશમા આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ…

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા-4 થી જુન, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૭૫ સેમ્પલ પૈકી ૪ સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યા છે. જેમાં નાંદોદ તાલુકાના મોટા રાયપુરા ગામના ૨૧ વર્ષિય મહિલા હેતલબેન.એન.તડવી તેમજ રાજપીપલા શહેરના રોહિતવાસ વિસ્તારના ૩૨ વર્ષિય મહિલા હેમાબેન.પી.ગોહિલ, આરબ ટેકરા વિસ્તારના ૪૦ વર્ષિય મહિલા માયાબેન. જે. સોલકી અને કસ્બાવાડ વિસ્તારના ૩૭ વર્ષિય મહિલા સલમાબાનુ શેખ હાલ રહેવાસી આરઝુ સોસાયટીનો સમાવેશ થાય છે. આ દર્દીને રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાયા છે.
જિલ્લામાં આજદિન સુધી નોંધાયેલા કુલ-૨૩ પોઝિટીવ કેસો પૈકી સાજા થયેલા કુલ-૧૮ દરદીઓને રજા અપાઇ છે. આમ, આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસના ૫ દર્દી સારવાર હેઠળ છે.
આજરોજ કોવિડ હોસ્પિટલ રાજપીપળા ખાતે સારવાર માટે દાખલ મયાસી ગામના ત્રણ ઇસમોને તેમના રિપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઈ અને તેની ગણતરીના કલાકો માજ નવા ચાર કોરોના પોઝિટિવ કેસો પ્રકાશમા આવ્યા છે.

આ ચારેય પોઝિટિવ કેસો મહિલા દર્દીઑના નોંધાયા છે, અને તેમા પણ ત્રણ મહિલાઓ તો આરોગ્ય વિભાગમાં જ કામ કરતી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here