નર્મદા જિલ્લામાં આજે વધુ નવો કોઇ પોઝિટીવ કેસ નોંધાયો નથી : જિલ્લામાં આજની સ્થિતિએ કોરોનાનાં પોઝિટીવ કેસોની સંખ્યા કુલ-૧૨ રહી છે

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

આજે લેવાયેલા તમામ ૮ રેપિડ ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ : આજે પાંચ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા

આજે વધુ નવી ૧૧ વ્યક્તિઓને હોમ ક્વોરોનટાઇન કરાઇ

જિલ્લામાં આજની સ્થિતિએ હોમ કોરોન્ટાઇન અને ફેસેલિટી બેઝ કોરોન્ટાઇન સહિત કુલ ૧૧૬ વ્યક્તિઓ ક્વોરોનટાઇન હેઠળ

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨૪ મી એપ્રિલ, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં આજે વધુ નવો કોઇ પોઝિટીવ કેસ નોંધાયો નથી અને આજની સ્થિતિએ જિલ્લામાં પોઝિટીવ કેસની સંખ્યા કુલ ૧૨ ની રહી છે. જિલ્લામાં આજે વધુ નવી ૧૧ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇન હેઠળ મુકવામાં આવી છે, જેથી આજની સ્થિતિએ જિલ્લામાં હોમ કોરોન્ટાઇન અને ફેસેલીટી બેઝ ક્વોરન્ટાઇન સહિત કુલ ૧૧૬ વ્યક્તિઓ ક્વોરોન્ટાઇન હેઠળ રહેવા પામી છે. આજે લેવાયેલ તમામ ૮ રેપિડ ટેસ્ટના રિપોર્ટ નેગેટીવ આવેલ છે, જ્યારે પાંચ (૫) સેમ્પલ ચકાસણી માટે મોકલાયા હોવાની જાણકારી પણ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here