નર્મદા જિલ્લાની સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન બંધ રહેતા વિદ્યાર્થીઓના હિસ્સાનું રાસન ઘરે પહોંચાડતા શિક્ષકો…

રાજપીપલા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

રાશનની દુકાનેથી રાશન સ્વખર્ચે શાળા સુધી લઇ જઇ શાળામાં વાલીઓને બોલાવીને વિદ્યાર્થીઓને રાસન અપાવ્યું

મધ્યાહન ભોજન બંધ રહેલ તેના વળતર રૂપે ધોરણ ૧ થી ૫ માટે ૫૦૦ ગ્રામ ઘઉં અને ૫૦૦ ગ્રામ ચોખા તથા ધોરણ ૬ થી ૮ માટે ૭૫૦ ગ્રામ ચોખા શાળા કક્ષાએથી જ વિતરણ કરવાનું નક્કી કરાયું.

કોરોનાના કહેર વચ્ચે હાલમાં લોકડાઉનની પરિસ્થિતિને અનુલક્ષીને નર્મદા જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ભલે રાંધીને અપાતું ન હોય, પરંતુ સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ફાળવવામાં આવતું તેમના હકનું રાશન તેમના સુધી પહોંચાડવાનું બીડું શાળાના શિક્ષકોએ જ ઝડપી લીધુ છે. વાત કરીએ નર્મદા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે લોકડાઉનની પરિસ્થિતિ હોવાથી શાળાએ મધ્યાહન ભોજનની વ્યવસ્થા બંધ છે ,પરંતુ આ શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોને શિક્ષકો દ્વારા ફુડ સિક્યુરિટી બિલ હેઠળ તેમનું રાશન શિક્ષકોએ બાળકો સુધી પહોંચાડી ગુરુ તરીકેની સાચી નિષ્ઠા દર્શાવી છે.
નર્મદા જિલ્લાની સરકારી શાળામાં ભણતા બાળકોને ફુડ સિક્યુરિટી બિલ અનુસાર તા.30/3/20 થી 14/4/20 સુધીના રજા સિવાયના કુલ દિવસો ૧૦ માટે જે મધ્યાહન ભોજન બંધ રહેલ તેના વળતર રૂપે ધોરણ ૧ થી ૫ માટે ૫૦૦ ગ્રામ ઘઉં અને ૫૦૦ ગ્રામ ચોખા તથા ધોરણ ૬ થી ૮ માટે ૭૫૦ ગ્રામ ચોખા શાળા કક્ષાએથી જ વિતરણ કરવાનું નક્કી કરાયું હતું.
અગાઉ નક્કી થયા મુજબ નર્મદા જિલ્લાના તમામ તાલુકાની તમામ સરકારી શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકઓ સસ્તા અનાજની દુકાનેથી બાળકોને અનાજ મળી રહે તે માટે શાળા પર જઈને અનાજ રસીદો તૈયાર કરી શાળા કક્ષાએ મધ્યાહન ભોજન સંચાલક તથા શાળાના શિક્ષકો મળીને ૫૦૦ ગ્રામના તથા ૭૫૦ ગ્રામના પેકેટ તૈયાર કર્યા હતા. વિદ્યાર્થીઓને આપવાના પેકેટ તૈયાર થતા વિદ્યાર્થીઓના વાલીઓને શાળાએ બોલાવી શાળાએથી જ સામાજિક અંતર રાખીને અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે રાસની દુકાનમાંથી વિતરણ અને ફૂડ વિતરણની કામગીરી કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here