નર્મદા જિલ્લાના સેલંબા ખાતે બાળમજુરને મહારાષ્ટ્રથી લાવી ત્રણ-ત્રણ વર્ષ સુધી ગોંધી મારઝૂડ કરાતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

માતા પિતાએ બાળકનુ વેચાણ કર્યુ ? બાળકની ઉઠાંતરી કરાઇ ? કે પછી તસ્કરીનો મામલો ?

11 વર્ષીય બાળકની મારઝૂડ થતાં સેલંબાથી ફરાર થઈ સોનગઢ ખાતે પહોચતા સમગ્ર પ્રકરણ પ્રકાશમા આવ્યો

બાળકના માતા પિતાની શોધખોળ હાથ ધરવામાં આવી હાલ બાળક વ્યારા ચિલ્ડ્રન હોમમાં

સેલંબાનો મેળાઓમા રમકડાંનો ધંધો કરતા ઇસમ સામે બાળ ન્યાય અધિનિયમની જોગવાઈઓ મુજબ ફરિયાદ

નર્મદા જીલ્લાના સેલંબા ખાતે બાળમજુરને મહારાષ્ટ્ર થી લાવી ત્રણ ત્રણ વર્ષ સુધી તેને ગોંધી રાખી મારઝુડ કરાતા 11 વર્ષીય બાળક પોતાના માલિકના ઘરેથી ફરાર થઈ સોનગઢ ખાતે પહોચતા સમગ્ર પ્રકરણમા બાળમજુરી, બાળ તસ્કરી સહિત ઉઠાંતરી કે ખરીદ વેંચાણ થયેલ હોવાની આશંકાઓને નકારી શકાય નહીં. ત્યારે સોનગઢ પોલીસ સહિત નર્મદા પોલીસ સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરી રહી હોવાનું જાણવા મળ્યું છે .

સમગ્ર પ્રકરણની વાત કરીએ તો નર્મદા જિલ્લાના સેલંબા ખાતે રહેતો અને મેળા વિગેરેમા રમકડાંની દુકાન લગાવતો આરોપી સુનીલ હરીશ વાધેલા નાઓનો ત્રણ વર્ષ પહેલા આઠ વર્ષીય એક બાળકને મુળ રહે.જીલ્લો નાશિક, મહારાષ્ટ્રને નાશિકના મેળામાંથી પોતાના ઘરે લઇ આવ્યો હતો અને તેની પાસે ઘરકામ સહિત તેની દુકાનનો અન્ય કામકાજ કરાવતો, અને આ બાળકની મારઝૂડ પણ કરતો, પોતાની મારઝૂડ થતાં બાળક કંટાળી ગત તા. 31મી મેના રોજ સેલંબા ખાતેથી ફરાર થઈ સોનગઢ ખાતે પહોચતા નાની વયનો 11 વર્ષીય બાળક આમતેમ રખડતાં માલુમ પડતાં સોનગઢ પોલીસ અને બાળકલ્યાણ સમિતિ હરકતમા આવી હતી.
સોનગઢ પોલીસ સહિત બાળકલ્યાણ સમિતિએ બાળકની પુછપરછ આદરતા તેણે પોતે મહારાષ્ટ્રના નાશિક જીલ્લાના ધોટી ગામનો હોવાનું જણાવ્યું હતું. અને પોતાને સેલંબાનો સુનિલ વાધેલા ત્રણ વર્ષથી લાવ્યો હોવાની પણ માહિતી આપી હતી.

સોનગઢ પોલીસ મથકમાં સેલંબાના સુનીલ સામે પોલીસે ફરિયાદ નોંધી તેની જાણ નર્મદા જિલ્લા પોલીસને કરાતાં નર્મદા જિલ્લા પોલીસ પણ હરકતમા આવી હતી, અને સાગબારા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ બાળ ન્યાય અધિનિયમની કલમો 75 અને 79 હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.

આરોપીને વ્યારા LCB પોલીસ તપાસ અર્થે લઇ ગયાનુ પણ જાણવા મળેલ છે, જયારે અગિયાર વર્ષીય બાળકને હાલ વ્યારા ખાતેના ચિલ્ડ્રન હોમમાં બાળકલ્યાણ સમિતિની દેખરેખ હેઠળ રખાયો છે. પોલીસ દ્વારા નાશિક પોલીસ સાથે વાતચીત કરીને તેના માતાપિતાની શોધખોળ આરંભવામા આવી છે.

માતાપિતાએ બાળક વેચ્યો બાળકની તસ્કરી કે પછી ઉઠાંતરી તપાસના વિષયો

નર્મદા જિલ્લાના સેલંબા ખાતેના રહીશની પરપ્રાંતીય મહારાષ્ટ્રના બાળકને બાળમજુરી કરાવી તેનુ શોષણ મારઝૂડ કરાતી હોવાની કિસ્સો હાલતો પ્રકાશમા આવ્યો છે, પરંતુ બાળક મહારાષ્ટ્રનો હોય ને આ પ્રકરણમા અનેક સવાલો ઉપસ્થિત થાય છે, શુ બાળકને તેનાં માતાપિતાએ જ નાણાંની લાલચમા વેચી માર્યો ? શુ આ બાળકનો માનવ તસ્કરી સાથે કોઈ સંબંધ છે ? શુ બાળકની ઉઠાંતરી કરીને સેલંબા ખાતે લવાયો ? આ તમામ પશ્રો હાલ ચર્ચાસ્પદ બનેલ છે, સમગ્ર હકીકત તો પોલીસ તપાસમાજ બહાર આવશે.

નર્મદા પોલીસે તપાસ હેડકોન્સ્ટેબલને સોંપી !!!!!!!

મહારાષ્ટ્ર રાજ્યના આઠ વર્ષના બાળકને બાળમજુર બનાવી નર્મદા જિલ્લામા લાવવામા આવ્યો ત્રણ ત્રણ વર્ષ સુધી ગોંધી મારઝૂડ કરાતી હોવાની કિસ્સો બાળક નાસી છુટતાં સોનગઢ ખાતે તાપી જીલ્લામા પ્રકાશમા આવ્યો, તાપી જીલ્લા LCB પોલીસ બાળક ઉપર અત્યાચાર કરનારા આરોપીને સેલંબા ખાતેથી લઇ ગઇ, સમગ્ર ગુનો નર્મદા જિલ્લાના સેલંબા ખાતે બનેલ હોય ને સેલંબા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ પરંતુ બાળકોને લગતા ગુનાઓ ગંભીર પ્રકારના હોય વિવિધ કલમો હેઠળ 3 વર્ષ થી 7 વર્ષ સુધીની સજાઇ ની જોગવાઈઓ છે,
આ બનાવમા બાળક સેલંબા કઇ રીતે આવ્યો એ પશ્ર તપાસનો વિષય બનેલ છે, અનેક શંકા કુશંકાઓ ચર્ચાસ્પદ છે ત્યારે નર્મદા પોલીસે આ ગુનાની તપાસ હેડકોન્સ્ટેબલને સોપતા આશ્રય ઊભો કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here