નર્મદા જિલ્લાના સેલંબા ખાતે ફાટી નીકળેલા કોમી તોફાનો

સેલંબા, (નર્મદા) આશિક પઠાણ :-

કોઈપણ જાતની પરવાનગી વિના કાઢવામાં આવેલી વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળની શોર્યયાત્રા તોફાનો નુ કારણ બની ???

તોફાની ટોળાએ 10 થી 12 દુકાનો ને આગ ચાંપી ભારે નુકસાન પહોંચાડ્યો

બંને કોમના ટોળાઓ સામસામે આવી જતા એકબીજા પર પથ્થરમારો

પોલિસે પોલિસ નો ટિયર ગેસ ના સેલ છોડી પરિસ્થિતિ પર કાબુ લાવવાનો પ્રયાસ

નર્મદા જિલ્લામાં ગતરોજ જિલ્લાના વડુમથક રાજપીપળા ખાતે તેમજ સમગ્ર જિલ્લા ના અન્ય વિસ્તારોમાં ઇદે મિલાદ ના પર્વ સહિત ગણેશ વિસર્જન નો પર્વ ખુબજ શાંતિપૂર્ણ રીતે ભાઇચારા ના માહોલ મા પૂર્ણ થયા હતા. ત્યારે કેટલાક તોફાની તત્વોએ નર્મદા જિલ્લા ની શાંતિ માં આજરોજ પલીતો ચાપવાનો હિન પ્રયાસ કર્યો હતો. જીલ્લા ના શાંતિપુર્ણ માહોલમાં દુકાનો માં આગ ચાંપી કોમી દાવાનળ ફેલાવતા નર્મદા જિલ્લાના સેલંબા ખાતે બે કોમો સામ સામે આવી જતા પથ્થરમારો થયો હતો જેથી પોલીસે ટીયર ગેસના સેલ છોડી પરિસ્થિતિ ઉપર કાબુ લાવવાનો પ્રયાસ કર્યો હતો જો કે તોફાની ટોળાએ બજારમાં દસ બાર જેટલી દુકાનોને આગ ચંપી કરતા સેલંબામાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાય છે.

સમગ્ર બનાવવાની વાત કરીએ તો કુઈદા ફળિયા ખાતેથી આજરોજ વગર પરવાનગી એ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ સૂચિત શોર્ય યાત્રા કે જેની કોઈપણ જાતની પરવાનગી વહીવટી તંત્ર પાસેથી લેવાઇ નહોતી જે નીકળી હતી અને સેલંબા ના મસ્જિદ પાસે પહોંચતા ત્યાં મુસ્લિમ વસ્તી હોય ને શોર્ય યાત્રામાં સામેલ યુવાનો અને મુસ્લિમ ટોળાં વચ્ચે પરસ્પર બોલાચાલી થતા અને મામલો વધુ બિચકતા સામ સામે પથ્થર મારો થયો હતો જેથી પરિસ્થિતિને કાબુમાં લાવવા માટે પોલીસે ટિયરગેસ ના સેલ પણ છોડ્યા હતા.

સેલંબા ખાતેથી નીકળેલ શોર્ય યાત્રા ના આયોજકો કોણ હતા તે તપાસનો વિષય બન્યો છે, જો કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં આવી નહોતી ટી પછી યાત્રા કેમ કાઢવા દેવામા આવી??? કોના ઈસારે યાત્રા કાઢી??સ્થાનિક ધારાસભ્ય ચૈત્રર વસાવા એ આ યાત્રા મુસ્લિમ સમાજ સાથે ઘર્ષણ કરવા અને તોફાનો કાઢવા માટે જ કાઢવામાં આવી હોવાનો પણ આરોપ લગાવ્યો છે ત્યારે નર્મદા જિલ્લા પોલીસ સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ કરી માત્ર એક જ સમાજના લોકોને ટાર્ગેટ ન બનાવી અને ન્યાય પૂર્ણ કાર્યવાહી કરે એ ખૂબ જ જરૂરી છે.

મસ્જિદ પાસે બંને સમાજ વચ્ચે સામસામે પથ્થરમારો થતાં શોર્ય યાત્રામાં સામેલ ટોળું બજારમાં જતા કેટલીક દુકાનોમાં ભાગદોડ કરી કરી હતી અને દસ બાર દુકાનો માં ભયંકર આગ લગાવી હતી જેથી દુકાન માલિકો ને ભારે નુકસાન થયાનું પણ માલુમ પડ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here