નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાવલી ગામમાં ભર બપોરે અચાનક આગ ફાટી નીકળતા એકી સાથે ચાર મકાનો બળીને ભસ્મીભૂત….

સાગબારા,(નર્મદા)

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાથી આગમાં ભભૂકી રહેલ મકાનો બચાવી ન શકાયા…

ગામ લોકોએ મોટર અને પાઇપોથી પાણીનો છંટકાવ કરી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો તેમછતાં 4 ઘરોના 32 પરિવારો બેઘર બન્યા

વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ આગમાં 5 ભેંસ, બે બળદ અને 4 બકરા એમ કુલ મળીને 11 અબોલા પશુઓ ભુજાયા

દેડિયાપાડાના ગીચડ ગામની આગના બનાવ બાદ આજે નર્મદા જીલ્લામાં આગની આ બીજી ઘટના

આજરોજ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાવલી ગામ માં ભર બપોરે અચાનક આગ ફાટી નીકળતા એક સાથે ચાર મકાનો બળીને ભસ્મીભૂત થઇ જતા ઘરવખરી સહિત અનાજ, કપડાં વગેરે નો સામાન બળી જતા આ ચાર પરિવારો ના 32 પરિવારો બેઘર બન્યા હતા. જેમાં ખીલે બાંધવા 5 જેટલી ભેંસો અને બે બળદો અને 4બકરા મલી કૂલ 11પશુ ઓ પણ આગમાં ભુંજાઈ જતા તેમના કરૂણ મોત નિપજ્યા હતા.

જાવલી ગામે આવેલ રામસિંગભાઈ કોઠાભાઈ વસાવા, ભીમસિંગભાઈ ,ખોટેસિંગ વલ્વી , ના ત્રણ મકાનો સંપૂર્ણ ખાખ થઇ ગયા હતા અને સુરેશ ગેબૂ વસાવા ના મકાનને 30%નુકશાન થયુ હતુ મકાનો ખાખ થઇ ગયા હતા.અને તેમના ઢોર-ઢાંખર પણ પડી જતા અને ઘરવખરી નો સામાન બળી જતા આ charey આદિવાસી પરિવારો કોરોના સંકટમાં જ બેઘર બની ગયા હતા. આગ લાગતા જ ગામના સરપંચ સુરેન્દ્રભાઈ વસાવા કેજેઓ સાગબારા તાલુકાના સરપંચ પરિષદના પ્રમુખ પણ છે તેમણે દોડીને ગામલોકોએ મોટર અને પાઈપો થી મદદથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.
દેડિયાપાડા તાલુકાના ગીચડ ગામની આગના બનાવવાની ઘટના બાદ આગની બીજી ઘટના બની હતી. જોકે સરપંચ સુરેન્દ્રભાઈ વસાવાએ જણાવ્યું હતું કે દેડીયાપાડા અને સાગબારા ફાયર સ્ટેશન અને ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાથી આગના બનાવો વખતે ફાયર બ્રિગેડની સુવિધા ન મળવાથી આગમાં ભારે નુકસાન અને જાનહાનિ થતી હોવાથી સાગબારા ખાતે ફાયર બ્રિગેડની સુવિધા આપવાની માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here