નર્મદા જિલ્લાના વજેરીયા ગામે 22 વર્ષીય યુવતી ગુમ થતાં ચકચાર…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

યુવતીના પિતાએ પોતાની દીકરી બે દિવસ સુધી ઘરે પરત ન ફરતાં તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

યુવતીના અચાનક જ ગુમ થવાનું રહસ્ય અકબંધ…

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વજેરીયા ગામ ખાતેથી એક પુખ્ત વયની યુવતી પોતાના ઘરેથી બબ્બે દિવસથી ગુમ હોય પરિવાર જનોની શોધખોળને અંતે પણ તેની કોઈ જ ભાળ ન મળતા તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના વજેરીયા ગામ ખાતે રહેતા બંસીલાલ રતિલાલ તડવીની દીકરી બિંદીયાબેન તા 24 મી ના રોજ પોતાના ઘરેથી બપોરના 12 થી 2 વાગ્યા સુધીમા ઘરના કોઇ પણ સદસ્યોને જાણ કર્યા વિના અચાનક જ કયાંક ગુમ થઇ હતી, પરિવાર જનોને તેના ગુમ થયાની જાણ થતા તેણીની ગામ સહિત આસપાસ સગાં સબંધીઓમા શોધખોળ શરૂ કરી હતી.પરંતુ યુવતી મળી ન આવતા યુવતીના પિતાએ તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ગુમ થનાર યુવતીએ શરીરે લાલ રંગનો પંજાબી ડ્રેસ, કાળા કલરની ઓઢણી, કાળા કલરની લેંઘી પહેરેલી છે, યુવતીની હાઇટ સાડા ચાર ફુટ જેટલી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે વજેરીયા ગામ ખાતે અનેક તર્કવિતર્ક વહેતા થયા હતા. શુ યુવતી પોતાના પ્રેમી સાથે ફરાર થઈ, તેણીનુ અપહરણ થયું , કે કોઈ અજુગતું પગલું ભર્યું હાલ તરહ તરહની ચર્ચાઓ લોકોના મોઢે ચર્ચાસ્પદ બનેલ છે. પોલીસે આ મામલે જાણવાજોગ ફરિયાદ નોંધી પોતાની તપાસ આગળ ચલાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here