નર્મદા જિલ્લાના દરેક ગ્રામ પંચાયતને સેનેટાઈઝર કરવા નર્મદા જિલ્લા સરપંચ પરિષદનો આદેશ

સેલંબા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ

આદેશ થતાં જ વિવિધ ગ્રામ પંચાયતો અને સરપંચ દ્વારા ગામેગામ સેનેટાઇઝીગ કરાયું.દરેક ગ્રામ પંચાયતને જરૂરિયાત પ્રમાણે વિના મુલ્યે સેનેટાઇઝર આપવાની વ્યવસ્થા કરાઈ

તિલકવાડા તાલુકાના વાસણા ગામમાં સતત બીજીવાર ગામને સેનિટાઈઝડ કરવામાં આવ્યું

નર્મદામાં કોરોનાના 11 કેસ થયા પછી ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો ચેપ ના લાગે તે માટે ગામ લોકોમાં જાગૃતિ આવી છે. ગામડાઓને પણ સેનિટાઈઝડ કરવાની જરૂરિયાત ઊભી થતાં નર્મદા જિલ્લાની દરેક ગ્રામ પંચાયતને સેનિટાઈઝડ કરવા નર્મદા જિલ્લા સરપંચ પરિસરને આદેશ કર્યોછે. નર્મદા જિલ્લા પરિષદના પ્રમુખ નિરંજન વસાવાએ દરેક ગ્રામ પંચાયતોને સેનિટાઈઝડ કરવા જણાવ્યું છે અને આદેશ થતાં જ વિવિધ ગ્રામ પંચાયતો અને સરપંચો દ્વારા ગામેગામ સેનિટાઈઝડ શરૂ કરી દેવાયું છે.જેમાં સૌપ્રથમ કુંવરપુરા આખા ગામને સેનિટેઝશન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક ગ્રામ પંચાયતોએ સરપંચોને જેટલી માત્રામાં સેનિટાઈઝડ ની જરૂર હતી તેટલી જ માત્રામાં વિનામૂલ્યે આપવામાં આવશે. જેના અનુસંધાને તિલકવાડા તાલુકામાં પણ સરપંચ દ્વારા દરેક ગામને સેનિટાઈઝડ કરવાની સૂચના આપવામાં આવી છે.
આ અંગે નાલ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચે જણાવ્યું છે કે કોરોનાવાયરસના સંક્રમણથી બચવા નાલ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા નાલ, કાકરપાડા, પાડી, નાનીનાલ, હલગામ ગામમાં સેનિટાઈઝગ કામગીરી કરવામાં આવી છે. અને દરેક ગામના લોકોને ઘરમાં જ રહેવાની અને બહાર ન નીકળવાની સૂચના આપી જાહેરનામાના નિયમોનું પાલન કરવાની સૂચના અપાઇ છે. એ ઉપરાંત કનબુડી ગ્રુપ ગ્રામ પંચાયત વોર્ડ નંબર-4 માં કનબુડી મિશન ફળિયામાં સભ્યો દ્વારા ગામમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હોવાના સરપંચ પ્રતાપભાઈએ જણાવ્યું છે. એ ઉપરાંત સાગબારા તાલુકાના મોવી ગ્રામ પંચાયત દ્વારા મોવી અને ભોરઆમલી ગામ ને પણ સેનિટાઈઝડ આયોજન કરાયું છે. તથા તિલકવાડા તાલુકાના વાડિયા ગામ, બૂંજેઠા ગામમાં પણ દવા છાંટવામાં આવી છે
દેડિયાપાડાના સામરપાડા ગામ ઉપરાંત નરખડી તથા તિલકવાડા તાલુકાના વાસણા ગામ માં સતત બીજા ગામને સેનિટાઈઝડ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here