નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના અહેમદ પટેલ દ્વારા દત્તક લીધેલ વાંદરી ગામમાં 175 જેટલા જરૂરિયાતમંદોને અનાજ કિટનું વિતરણ કરાયું..

ડેડીયાપાડા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

નાંદોદના ધારાસભ્ય પી. ડી.વસાવા દ્વારા અનાજ કિટનુ વિતરણ કરવામાં આવ્યું

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીનાં કારણે લોકોમાં ભયનો માહોલ પ્રશારાય ગયો છે દુનિયાના અનેક દેશો કોરોનાનાં માનવભક્ષી કહેરના શિકાર થઇ રહ્યા છે અને આજે ભારતમાં પણ કોરોનાનાં સંક્રમણમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે જેને ધ્યાનમાં લઈને ભારત સરકારે લોકડાઉનનો સમયગાળો વધારી ૩ મેં સુધીનો કરી દીધો છે જેથી આંતરિયાળ વિસ્તા રમાં રેહતા અને રોજ મજુરીકામ કરી પોતાનું પેટીયું રડતા અનેક ઘર પરિવારોની હાલત કફોડી બની ગઈ છે માટે નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના અહમદ પટેલ દ્વારા દત્તક લીધેલ વાંદરી ગામમાં ગત રોજ 175 જેટલા જરૂરિયાતમંદોને નાંદોદના ધારાસભ્ય પી. ડી.વસાવા દ્વારા અનાજ કિટનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ .જેમા ૧૧૬- જનીમ વિહોણા, ૨૧- વિધવા સ્ત્રી, ૦૯ વિધુર પુરુષ, ૦૯ અપંગ ૦૪ અનાથ , ૧૬ ગોવાળિયા મળીકૂલ ૧૭૫ કીટનુ વિતરણ રાજ્ય સભા સાંસદ અહેમદ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામા આવ્યુ હતુ .

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના વાંદરી ગામ મુકામે જે ગામ અહમદ પટેલ સાહેબ દ્વારા દત્તક લેવામાં આવ્યું છે. એ ગામમાં લોકડાઉનને લઈને રોજી રોટી માટે નિસહાય બની ગયેલા ઘર પરિવારોની પડખે નાંદોદના ધારાસભ્ય પી. ડી.વસાવા આવ્યા હતા.અને તેઓની સાથે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ દામાભાઈ,માજી તાલુકા પ્રમુખ દેવજી ભાઈ,દુમખલ સરપંચ અનિરુદ્ધ વસાવા ,દેડીયાપાડા ડેપ્યુટી સરપંચ પંકજ ભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here