નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ગીચડ ગામે એકી સાથે 9 મકાનોમાં ભીષણ આગ લાગી

ડેડીયાપાડા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ (રાજપીપળા)

આદિવાસીઓના મકાનો આગની અગનજ્વાળામાં બળીને ભષ્મીભૂત થતા 50 જેટલાં આદિવાસીઓ બેઘર બન્યા

મોટી હોનારત સર્જાતા ડેડીયાપાડા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિતના ત્વરિત ઘટના સ્થળે પહોંચ્યા

ઘર વખરીનો તમામ સામાન, અનાજ, કપડાં બધું આગને હવાલે

આગની અગનજ્વાળામાં બે બકરીઓના મોત

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટીમાં આવેલ જંગલ વિસ્તારના ગીચડ ગામમાં આજરોજ સવારના લગભગ 11થી 12 ના સુમારે લાગેલ આગમાં ગરીબ આદિવાસીઓના 9મકાનો બળીને ભષ્મીભૂત થતા આદિવાસી પરિવારના 50 જેટલાં સદસ્યો બેઘર બન્યા હતા.

ડેડીયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટીના જન્ગલ વિસ્તારમાં આવેલા ગીચડ ગામમાં સવાર ના 11થી 12 ના અરસામાં અચાનક જ એક મકાનમાં આગ લાગી હતી, કાચું કામળા, લાકડા વાળું મકાન હોય ને જોતજોતામાં આગે રોદ્ર સ્વારૂપ ધારણ કર્યું હતું અને જે મકાનમાં આગ લાગી તેને અડીને આવેલા બીજા મકાનોમાં પણ આગની અગનજ્વાળા ઓ ફરી વળતા 9 મકાન એક સાથે બળીને ભસ્મીભૂત થયાં હતાં. આગે પ્રચંડ રૂપ અખત્યાર કરતા મકાનમાં મુકેલ તમામ ઘરવખરી નો સામાન, અનાજ, કપડાં, આગને હવાલે થયા હતા. એક ઇસમના બે બકરા પણ આગમાં હોમાયા હતા.

ગીચડ ગામે આગ લાગ્યાની જાણ થતા ડેડીયાપાડા તાલુકા વિકાસ અધિકારી જી. સી. નાયક, ડેડીયાપાડા મામલતદાર સહિત અધિકારીઓ ઘટના સ્થળે પોહોંચી ગયા હતા. અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવેલ હતો. સરકારી ધારાધોરણ મુજબ તમામ પરિવાર ને સહાય અપાશે –ટી. ડી. ઓ. નાયક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here