રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કુંડીઆબા ગામે રહેતા કોંગી મહિલા અગ્રણીને ધમકી મળતા ચકચાર
પુત્ર વધુ પતિના મોત બાદ અન્ય પુરુષ સાથે ધરમા રહેતા તેને ટોકતા વત્સલાબેનને ધમકી અપાતાં પોલીસ ફરિયાદ
ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના મંત્રી અને નર્મદા જિલ્લાના કોંગી મહિલા અગ્રણી તેમજ સહકારી મંડળીના પ્રમુખ વત્સલાબેન વસાવાને તેમની જ પુત્ર વધુએ જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર પ્રકરણ નર્મદા જિલ્લામા ભારે ચર્ચાસ્પદ બનેલ છે. આ મામલે દેડિયાપાડા પોલીસ મથકમાં પુત્રવધુ સહિત અન્ય એક ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી વત્સલાબેન દેવજીભાઈ વસાવા રહેવાસી કુંડીઆબા તાલુકા દેડિયાપાડા નાઓએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવેલ છે કે પોતાના પુત્ર સંદિપ દેવજીભાઈ વસાવાનુ પાંચેક વર્ષ પહેલાં અકસ્માતમા મૃત્યુ નીપજેલ હતુ. તેની વિધવા પત્ની નિર્મલાબેન ગામમાજ અલગથી બીજા ધરમા રહેતા, છેલ્લા કેટલાક મહિનાઓથી તેમના પુત્રવધુ એ ગોવિદદાસ મહારાજ નામનાં ઇસમને પોતાની સાથે તેના ધરમા રાખેલો હોય સમાજમા પરપુરૂષને ઘરમા રાખતાં બદનામી થતી હોવાનું કહેવા માટે પુત્રવધુ નિર્મલાબેન પાસે પરિવારના સગા સબંધીઓ સાથે વત્સલાબેન વસાવા ગયાં હતાં તો તેમની પુત્રવધુએ ગમે તેમ ગાળો બોલતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ ઉપરાંત પુત્રવધુ સાથે રહેતા ગોવિદદાસ મહારાજે પણ વત્સલાબેનને ફોન ઉપર ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા પુત્રવધુ નિર્મલાબેન વસાવા અને ગોવિદદાસ મહારાજ નામનાં ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.