નર્મદા જિલ્લાના ગામકુવા ખાતેથી વધુએક કોરોના પોઝિટિવ મહિલા મળી આવી, જીલ્લામાં 32 પોઝિટીવ દર્દીઓ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

માતાની સાથે સાથે તેની 21 વર્ષીય દિકરી પણ કોરોના પોઝિટિવ

માતા અને પુત્રી બન્ને મહારાષ્ટ્રના જલગાંવથી ગામકુવા આવ્યાની ટ્રાવેલ હિસ્ટ્રી

ગઇકાલે લેવાયેલા 35 સેમ્પલમાંથી ગામકુવાની લોચનાબેન નાનકસીનો રિપોર્ટ પોઝિટિવ

નર્મદા જિલ્લામા કોરોના પોઝિટિવના દર્દીઑની સંખ્યામા સતત વધારો નોંધાતો જોવા મળી રહ્યો છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી જે તાલુકામા આવેલ છે એ ગરુડેશ્વર તાલુકામા ઘણા કેસો ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું બહાર આવ્યા બાદ નાંદોદ તાલુકાના ગામકુવા ખાતેથી ટ્રાવેલ હિસ્ટ્રીના માતા અને અને તેની પુત્રીના કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી.

મહારાષ્ટ્રના જલગાંવથી ગામકુવા આવ્યાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોચનાબેન શેખર નાનકસી ઉ.વ.21 નો સેમ્પલ ગઇકાલે આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલ જેનો ટેસ્ટીંગ રિપોર્ટ આજરોજ આવતા આ મહિલા કોરોના પોઝિટિવ હોવાનુ બહાર આવ્યુછે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિલાની માતાનો રિપોર્ટ ગઇકાલે પોઝિટિવ આવ્યો હતો.

રાજપીપળા કોવિડ19 હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ મહિલાને દાખલ કરવામાં આવતા નર્મદા જિલ્લામા કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા 32 ઉપર પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

આ સાથે નર્મદા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી ગામકુવા ખાતે કનટેનટમેનટ ઝોન સહિત બફર ઝોન જાહેર કરેલ છે, અને કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here