નર્મદા : જાવલી ગામે મકાનો બળી જતા નિરાધાર બનેલાઓને અહેમદ પટેલ તરફથી રૂપિયા 2 લાખની સહાય….

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

ધારાસભ્ય પી. ડી. વસાવા સહિતના આગેવાનોએ પોહચી અસરગ્રસ્તોને સહાય સાથે સહાનુભૂતિ પાઠવી

પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હરેશ વસાવા અને રાજપીપલાના મિત્ ગ્રુપ દ્વારા પણ જીવનજરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરાયું

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાવલી ગામમાં આગની હોનારત સર્જાતા ગરીબ શ્રમજીવી આદિવાસીઓના 4 મકાન બળીને ખાક થયા હતા, ઘર વખરીનો સાજસામાન પણ આગને હવાલે થતા આદિવાસીઓ કોરોનાના કહેર અને ધોમધખતા તાપમાં ઘર વિહોણા થયાં હતા. સમગ્ર ગામમાં કરુણાંતિકા છવાઈ હતી. બેઘર બનેલા આ ગરીબ આદિવાસીઓને પુનઃ સ્થાપિત કરવા રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 4.88 લાખની ત્વરિત સહાય ચૂકવાઈ હતી.
નર્મદા જિલ્લામાં આગ લગતા ગરીબ આદિવાસીઓને નુકસાન થયાના તેમના ઘર બળી ગયાની જાણ રાજ્યસભાના સાંસદ અહેમદ ભાઇ પટેલને થતા તેવોએ દિલ્હીથી નાંદોદ ધારાસભ્ય પી. ડી. વસાવા ની સાથે વાતચીત કરી ગરીબ પરિવારોને આર્થિક મદદ માટે ત્વરિત જ રૂપિયા 2 લાખની રોકડ સહાય તેમના તરફથી પોંહચાડવાની સૂચના આપતાં પી. ડી. વસાવા કોંગ્રેસ આગેવાનો સાથે જાવલી ગામે પહોંચ્યા હતા અને અસરગ્રસ્તોની મુલાકાત લઈ તેમને રોકડ સહાય અહેમદ પટેલ તરફથી ચૂકવી હતી. અને શાંત્વના આપી હતી.
આ સાથે માર્કેટ યાર્ડના ચૈરમેન મેહુલ વસાવા, એમ. એલ. પાડવી, તાલુકા પંચાયત ઊપપ્રમુખ પી. ડી. વળવી, માજી જીલ્લા પંચાયત સદસ્ય સુરેશ વસાવા, રમેશ વળવી, જ્યોતિષ કોલપેના ઓએ પણ અનાજ, તેલ, સહીત ઘરવખરીનો પણ સામાન આપ્યો હતો.
આઉપરાંત ગુજરાત કોંગ્રેસના મહામંત્રી હરેશ વસાવાએ રાજપીપલાના સેવાભાવી મિત ગ્રુપના સાથે અસરગ્રસ્ત આદિવાસી ઓને ઘર વખરીનો સામાન કપડાં, અનાજ સહિતની સહાય કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here