નર્મદા : ગુજરાતમાં પત્રકારો ઉપર સરકારી તંત્ર દ્વારા થતા અત્યાચારના વિરોધમાં નર્મદાના પત્રકારોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

ગુજરાતમા પત્રકારોને ખોટા ગુનાઓમા ફસાવવાનુ બંધ કરો

ફેશન ઓફ નેશન ન્યુઝ પોર્ટલના પત્રકાર ધવલ પટેલ સામે નોંધેલ કેસ પરત ખેંચવાની મુખ્યમંત્રીને રજુઆત

લોકશાહીની ચોથી જાગીર ગણાતા પત્રકારો ઉપર ગુજરાત સહિત સમગ્ર દેશમાં હુમલા થઇ રહયા છે, પોલીસ વિભાગ દ્વારા સરકારના સીધા માર્ગદર્શન હેઠળ ખોટા કેસ કરી પત્રકારોને ફસાવવામા આવી રહયા છે, અભિવ્યક્તિની આઝાદી અને વાણીસ્વતંત્રતાના અધિકારનુ હનન થઇ રહયું છે ત્યારે નર્મદા જિલ્લાના પત્રકારો એ પત્રકારોના આરક્ષણ અને ફેશન ઓફ નેશન ન્યુઝ પોર્ટલના પત્રકાર ધવલ પટેલ સામે નોંધેલ રાજદ્રોહનો કેસ પરત ખેંચવાની મુખ્યમંત્રીને રજુઆત સાથેનુ આવેદનપત્ર નર્મદા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીને સુપ્રત કર્યુ હતુ.

મુખ્યમંત્રીને ઉદ્દેશી લખાયેલા આવેદનપત્ર મા રાજયમા પત્રકારોની કોઈ સલામતી નથી,પત્રકારો ઉપર હુમલા થવા,તેમના સામે ષડયંત્ર રચી ફસાવવા,પોલીસ વિભાગનુ પત્રકારો સાથે અન્યાય દ્વેષ ભાવ યુક્ત વર્તનને વખોડી પત્રકાર સરકાર અને પ્રજાજનો વચ્ચે સેતુનુ કામ કરી લોકશાહીના જતન માટે તમામ સ્તરે પોતાનુ યોગદાન આપી રહ્યા છે,ત્યારે પત્રકારોને દાબ દબાણમા રાખવા ખોટા કેસ તેમના પર કરાઇ રહ્યા છે. ફેશન ઓફ નેશન ન્યુઝ પોર્ટલના પત્રકાર ધવલ પટેલ દ્વારા તા. 7 મી મેના રોજ લખાયેલા સમાચાર બાબતે દ્વેષભાવ રાખી તેની તા. 11 મી ના રોજ અટકાયત કરી છે અને રાજદ્રોહનો ગુનો નોંધેલે છે જે બાબત ખૂબ જ નિદનીય છે.

એક પત્રકાર ઉપર આ રીતના ગુનો નોંધી સમગ્ર પત્રકાર આલમને બાનમા લેવાનો , તેમને ભયના ઓથા તળે રાખવાનો આ પ્રયાસ લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારો ઉપર સરકારના પોલીસ વિભાગ દ્વારા આચરાતા અમો તેનુ સખ્ત વિરોધ કરીએ છીએ. અમારા મંતવ્ય મુજબ પત્રકાર ધવલ પટેલ સામે નોંધેલ રાજ દ્રોહનો ગુનો પત્રકારોના વાણીસ્વતંત્રતા ઉપર તરાપ સમાન હોય અમો નર્મદા જિલ્લાના પત્રકારો આપ સાહેબને આવેદનપત્ર પાઠવી પત્રકાર ધવલ પટેલ સામે નોંધેલ કેસ રાજય સરકાર ને મળેલ વિશેષ અધિકાર અન્વયે તાત્કાલીક અસરથી પરત ખેચવામા આવે અને ધવલ પટેલને તવરિતજ જેલમુકત કરાય એવી માગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ.
જે પ્રસંગે પત્રકાર ભરત શાહ, અયાજ આરબ, યોગેશ વસાવા, રાહુલ પટેલ, વિશાલ પાઠક, કનકસિંહ માત્રોજા, જયેશ ગાંધી, પ્રેસ કલબ નર્મદા સેક્રેટરી આશિક પઠાણ સહિતન ઓ હાજર રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here