નર્મદા : કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી 9 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા….

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

જિલ્લામાં 11 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે ત્યારે આવતી કાલે 9 ને હોસ્પિટલમાંથી રજા અપાશે

કોરોના પોઝિટિવ કુલ 12 દર્દીઓ પૈકી 10 ના રિપોર્ટ નેગેટિવ આવતા વહીવટી તંત્રમાં હાશકારો

આવતી કાલે આયુર્વેદિક COVID 19 હોસ્પિટલ ખાતે આનંદ અને ઉત્સવનો માહોલ જોવા મળશે, કારણ નર્મદા જિલ્લાના કોરોના પોઝિટિવ 9 દર્દીઓને એકસાથે દવાખાનામાંથી રજા આપવામાં આવશે.

નર્મદા જિલ્લામાંથી આજદિન સુધી કુલ 12 કોરોના પોઝિટિવ દર્દીઓના કેસ મળી આવયા હતા, જેમાં રાજપીપલા શહેરના માત્ર 2 જ કેસ હતા, 2 કેસ મહિલા તબીબોના હતા, વધુ પડતા કેસ ગ્રામ્ય વિસ્તારમાંથી મળી આવ્યા હતા. જેમાના એક મહિલા તબીબે અંકલેશ્વરના ખાનગી દવાખાનામાં સારવાર મેળવી હતી, જેનો રિપોર્ટ નેગેટિવ આવતા દવાખાનેથી રજા આપવામાં આવિ હતી,જ્યારે હાલ રાજપીપલા COVID 19 આયુર્વેદિક હોસ્પિટલમાં 11 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે.

રાજપીપલાના દવાખાનામાં સારવાર મેળવતા 11 પૈકી 9 દર્દીને આવતી કાલે સવારે 10/00 કલાકે રજા અપાશે ત્યારે દવાખાનાનું તંત્ર દર્દીઓને તેમને સાજા કરી પોતાના ઘરે મોકલવાનું ગૌરવ હાંસલ કરશે.

જિલ્લા વહીવટી તંત્ર માટે પણ કોવીડ 19 ના દર્દીઓ સાજા થઈને પોત પોતાના ઘરે જશે એ એક ગૌરવની ઘટના બનશે કારણ કે રાજપીપલામાં દાખલ12 દર્દીઓ પૈકી 10 દર્દીના નેગેટિવ રિપોર્ટ આવ્યા છે, માત્ર બેજ કોરોના પોઝિટિવ દર્દી દવાખાનામાં દાખલ રહેશે જોકે વહીવટી તંત્ર આ બે દર્દીના પણ નેગેટિવ રિપોર્ટનીજ આશા રાખી રહ્યું છે.

નર્મદા જિલ્લા માં એક પણ દર્દી ની મોર્ટાલીટી થયી નથી જે જિલ્લા વહીવટી તંત્ર માટે ખરેખર ગૌરવ ની વાત કહી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here