નર્મદા : કેવડીયાના અસરગ્રસ્ત 6 ગામ ના આદિવાસીઓના મામલે SSNL ને ખુલાસો કરવાની પડી ફરજ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નિગમ સંપાદિત કરેલ પોતાની માલિકીની જમીન ફરતે ફેન્સીંગ કરે છે, બીજાની જમીન ફરતે ફેન્સીંગ કરાતું નથી

કોઇના પણ ઘર ખાલી કરાવવામા આવતાં નથી

કેવડીયાની આજુબાજુનાં ગામડામાં કોઇનાં ઘર નિગમ દ્વારા ખાલી કરાવાયા નથી. માત્ર નિગમની માલિકીની ખુલ્લી જમીન પર ફેન્સીંગ કરાયુ છે, નો ખુલાસો આજરોજ આદિવાસીઓના વધતાં જતા વિરોધના પગલે કેવડીયા કોલોનીના વહીવટદાર અને નાયબ કલેક્ટર નિકુંજ પરીખ તરફથી કરાયો હતો.

તેઓના જણાવ્યાનુસાર વર્ષ ૧૯૬૨ થી ૧૯૬૫ માં સરકારશ્રી દ્વારા આ જમીનો સંપાદિત થઈ હતી. આ સંપાદિત જમીનનું વળતર જે-તે સમયે જમીન સંપાદન અધિનિયમ મુજબ ચૂકવી આપ્યું છે. જે વ્યક્તિઓએ તે સમયે વળતર લીધું નહિ તેમના પૈસા નિયમોનુસાર ટ્રેઝરી ઓફિસમાં જમા કરાવવામાં આવ્યા અને ત્યાર બાદ જે તે ખાતેદારોએ તે પૈસા ઉપાડી લીધા. ડેમ બનતા ૧૯ ગામો ડુબમાં જતા તેઓને અસરગ્રસ્ત ગણવામાં આવ્યા,આ છ ગામના લોકોને અસરગ્રસ્ત ગણવામાં આવ્યા નહિ કારણ કે, આ ગામની જમીનો ડૂબમાં જતી ન હતી. તેથી આ છ ગામના લોકોની લાગણીને ઠેસ ન પહોચે તે માટે તેઓને વધારાના વળતર તરીકે સરકારશ્રી દ્વારા વર્ષ ૧૯૯૨-૯૩,૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૮માં પેકેજ જાહેર કર્યા. અને હાલમાં પણ વર્ષ ૨૦૨૦માં પણ નવિન સૂચિત પેકેજ નર્મદા નિગમ દ્રારા હાઇકોર્ટમાં રજુ કરાયુ જ છે અને નિગમ આ પેકેજનાં મુજબના લાભો આપવા માટે હજુ પણ તૈયાર છે.

હાલમાં કેવડીયા,વાગડીયા,ગોરા,લીમડી,નવાગામમાં સરદાર સરોવર નર્મદા નિગમ લી.ની માલિકીની ખુલ્લી જમીનની માપણી જીલ્લા જમીન દફતર નિરિક્ષકશ્રીની કચેરી દ્વારા કરાઇ હતી અને ત્યારબાદ જે જમીન માત્ર નર્મદા નિગમની માલિકીની હતી તેવી જ જમીનની ફેન્સીંગ કરાઇ છે અન્યથા કોઇની ખાનગી માલિકીની જગ્યાને નિગમ દ્વારા ફેન્સીંગ કરાઇ નથી.

કેટલાક સમય પહેલા નામદાર હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઇ હતી અને તે બાદ નામદાર હાઇકોર્ટ દ્વારા નવિન વિકાસ કાર્યો કરવા પર સ્ટે આપવામાં આવ્યો હતો અને હાઇકોર્ટનાં નિર્દેશ બાદ સરદાર સરોવર નર્મદા નિગમ તરફથી અગાઉ સંપાદિત જમીન બાબતે વખતો-વખત સરકારશ્રી દ્રારા અનેક લાભનો સમાવેશ કરીને પેકેજ જાહેર કરાયા હતા,તે ઉપરાંત નવા લાભ સાથેનાં પેકેજ આપવા અંગે નામદાર હાઇકોર્ટ સમક્ષ એફીડેવીટ કરીને નર્મદા નિગમે તત્પરતા બતાવી છે.

સુનાવણી દરમ્યાન આ વિસ્તારમાં વિકાસ કાર્યો કરવા ઉપર આપેલ સ્ટે નામદાર હાઇકોર્ટે ઉઠાવી લઇ PIL – ૧૩૦/૨૦૧૯ અરજી રદ કરી દીધેલ છે. હાલ ઉપરોકત ગામોમાં માત્ર નિગમની જમીનની માપણી ફેન્સીંગ કરવામાં આવેલ છે.અમારા તરફથી કોઇ પણ રીતે કોઇના ઘર ખાલી કરાવાયા નથી અને કોઇને પૂરતા લાભ આપ્યા વિના ઘર ખાલી કરાવવાની વાત પણ અત્રે નથી. આ દરમ્યાન જેઓની પોતાની માલીકી જમીન હોય તેવી જમીનને ફેન્સીંગ પણ કરવામાં આવેલ નથી.

ગત 5 ફેબ્રુઆરીનાં રોજ નામદાર હાઇકોર્ટે આપેલ નિર્દેશ અનુસાર નર્મદા નિગમ અને ગ્રામજનો સાથે બેસીને કોઇ એક સમાધાકારી ફોર્મ્યુલા નક્કી કરીને હાઇકોર્ટ સમક્ષ રજુ કરવાની સૂચના બાદ 6 ગામ અને નિગમના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળેલ જેમાં નિગમ તરફથી એક નવીન પેકેજ જાહેર કરવામાં આવેલ.

સરકાર દ્વારા વર્ષ ૧૯૯૨,૨૦૧૩,૨૦૧૫ અને ૨૦૧૮નાં પેકેજની જોગવાઇઓ

(1) ૬ ગામ અને વિયર ડેમનાં કારણે અસર પામતા ખાતેદારોને તેઓની સંપાદિત જમીન જેટલી જ જમીન અન્ય જગ્યાએ SSPA ની જમીન બેંકમાંથી ફાળવણી કરવી અથવા હેકટર દીઠ રૂ. ૭,૫૦,૦૦૦/- રોકડ વળતર આપવુ.
(2) જમીન ખાતેદારને ૩ ગુંઠા (૩૦૦ ચો.મી.) રહેણાંક પ્લોટ અને મકાન સહાય તેમજ વિનામુલ્ય ઘરવખરી અને સામાન સ્થળાંતરીત કરી આપવી.
(3) તા.૦૧/૧૧/૧૯૮૭નાં રોજની અસરે પુખ્ત વયનાં પુત્રને રૂ. ૫.૦૦ લાખની સ્વરોજગાર માટે સહાય. વર્ષ ૨૦૨૦માં હાઇકોર્ટ સમક્ષ રજુ કરવામાં આવેલ સૂચિત પેકેજ.
– ગોરા ગામ ખાતે SSNNLની માલીકીની ૧૬ હેકટર જમીનમાં ૬ ગામનાં વસાહતીઓને આદર્શ વસાહત નિષ્ણાંત આર્કિટેક પ્લાનીંગ મુજબ બનાવવી.
– તા-૦૧/૧૧/૧૯૮૭ ની કટ ઓફ ડેટ સમગ્ર નર્મદા પ્રોજેક્ટ માટે અસરગ્રસ્ત PAPS ને આ લાભો આપવા માટે NCA(નર્મદા કટ્રોલ ઓથોરીટી) દ્બારા નિયત કરવામાં આવેલ છે. જેમાં કોઈ પણ પ્રકારે ફેરફાર થઇ શકે તેમ નથી.
જેમાં જમીન ગુમાવનાર તેમજ તા. ૧/૧૧/૧૯૮૭ની સ્થિતીએ પુખ્ત વયનાં તેમના પુત્રો માટે ૧૦૦૦ ચો.ફુટ.નો પ્લોટ અને ઢોર બાંધવા માટે ૨૫૦ ચો.ફુટ નો પ્લોટ.(લાભાર્થી સંખ્યા ૧૦૦૦ જેટલી) મકાન સહાય માટે સરકારશ્રી તરફથી રૂ. ૧.૫૦ લાખ અને SSNNL તરફથી ૨.૫૦ લાખ,આમ કુલ મળીને રૂ. ૪.૦૦ લાખની સહાય. જે માટેનો કુલ અંદાજીત ખર્ચ રૂ.૪૮ કરોડ.

– આદર્શ ગામમાં સર્વશ્રેષ્ઠ માળખાકીય સગવડો જેવી કે, પ્રત્યેક ઘરને જોડતો CCC રોડ,ઘરેઘરે પાણી, ગટર લાઇન, આંગણવાડી,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,ઘરે ઘરે શૌચાલય,પ્રાથમિક શાળા SSNNL દ્રારા ઉભી કરવાની રહેશે. જે માટેનો કુલ અંદાજીત ખર્ચ- રૂ. ૧૫.૦૦ કરોડ.
– સરકારશ્રીનાં વર્ષ ૧૯૯૨નાં પેકેજનો લાભ લઇ ચુકેલ ૬૧ ખાતેદારો અને તેમનાં પુખ્ત વયનાં ૮૨ પુત્રોને નવા વર્ષ ૨૦૧૩નાં પેકેજનો લાભ મળવાપાત્ર ન હતો,આથી તેઓને અસંતોષ હતો આથી વર્ષ ૨૦૧૩નાં પેકેજમાંથી અગાઉ લીધેલ લાભ બાદ કરીને નવા પેકેજનો લાભ પણ આપવો.
– સરકારશ્રીનાં વર્ષ ૧૯૯૨નાં પેકેજનો લાભ લઇ ચુકેલ ૬૧ ખાતેદારો અને તેમનાં પુખ્ત વયનાં ૮૨ પુત્રોને નવા વર્ષ ૨૦૧૩નાં પેકેજનો લાભ મળવાપાત્ર ન હતો,આથી તેઓને અસંતોષ હતો આથી વર્ષ ૨૦૧૩નાં પેકેજમાંથી અગાઉ લીધેલ લાભ બાદ કરીને નવા પેકેજનો લાભ પણ આપવો.
– સરકારશ્રીનાં વર્ષ ૧૯૯૨નાં પેકેજનો લાભ લઇ ચુકેલ ૬૧ ખાતેદારો અને તેમનાં પુખ્ત વયનાં ૮૨ પુત્રોને નવા વર્ષ ૨૦૧૩નાં પેકેજનો લાભ મળવાપાત્ર ન હતો,આથી તેઓને અસંતોષ હતો આથી વર્ષ ૨૦૧૩નાં પેકેજમાંથી અગાઉ લીધેલ લાભ બાદ કરીને નવા પેકેજનો લાભ પણ આપવો.
– ૬ ગામમાં જેની દુકાન અથવા કેબીન દુર કરવામાં આવે તેઓને SOU પાર્કિંગ સ્થળોએ શોપિંગ કોમ્પ્લેક્સ બાંધી આપવુ જેમાં ખાણીપીણીની દુકાનો સરકારનાં ખર્ચે આપવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here