નર્મદા : કેવડિયામાં પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના 6 અસરગ્રસ્ત ગામના રહેવાસીઓ સાથે જમીનના મામલે ફરી એકવાર ઘર્ષણ

SSNL ના અધિકારીઓ અને મહિલાઓ આમને સામને

મહિલાઓની અટકાયત કરી રાજપીપળા લવાઇ એક મહિલાની હાલત લથડતા દવાખાનામાં સારવાર હેઠળ

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના અસરગ્રસ્ત 6 ગામના આદિવાસી ઓનો પોતાની માગણીઓ માટે અને જમીનોને ફરતે ફેન્સીંગ કરવાની સરદાર સરોવર નર્મદા નિગમની કામગીરી સામે વિરોધ ચાલતો આવ્યો છે ત્યારે આજરોજ ફરી એકવાર નિગમના અધિકારીઓ, કેવડીયા વહીવટી અધિકારી દ્વારા કેવડીયા ખાતે કામગીરી હાથ ધરવામાં આવતા ગ્રામજનો સાથે ઘર્ષણ સર્જાયું હતું.

નર્મદાના કેવડિયામાં પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયુ છે. જેમાં 6 ગામમાં ફેન્સિંગ મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ છે. તેમાં હેલિપેડ ફળિયા પાસે ફેન્સિંગની કામગીરી શરૂ થતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સત્તામંડળ બનાવાયું છે. જેમાં ગ્રામજનો જમીન આપવા ઈન્કાર કરી રહ્યા છે. આજરોજ કેવડીયા ગામ ખાતે પોલીસના કાફલા સાથે અધિકારીઓ પહોચી જતા ગામ લોકો બહાર નીકળી આવ્યા હતા અને કોના આદેશથી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ની દલીલો કરી હતી અને બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા,જોકે પોલીસને આ મામલે મહિલાઓની અટકાયત કરવાની ફરજ પડી હતી. પોલીસ મહિલાઓને અટક કરી રાજપીપળા પોલીસ હેડકવાર્ટર લઇ આવી હતી, જયારે શારદાબેન તડવી નામની મહિલાની તબિયત લથડતા તેને રાજપીપળા સરકારી દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.

આમ પોલીસ દ્વારા મહિલાઓ સહિત ગ્રામજનોની અટકાયત કરાઈ હતી.અસરગ્રસ્ત 6 ગામના આદિવાસી ઓનો આ મામલે દિન પ્રતિ દિન ફેન્સીંગની કામગીરી બાબતે ઘર્ષણ થઇ રહયા છે.આદિવાસીઓ આરોપ લગાવી રહ્યા છે કે કોરોનાની મહામારી અને લોકડાઉન વચ્ચે અમોને હેરાનગતિ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here