નર્મદા એલ.સી.બી.પોલીસે ગેરકાયદેસર ગુટખા તમાકુનો જથ્થો ઝડપી પાડયો..

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

લોકડાઉન દરમિયાન ગરૂડેશ્વર રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોટલ પાસેથી એકટિવા ઉપર કોથળામા ભરી ગુટખા લઇ જવાતા હતા

નસવાડીના વેપારી પાસેથી લાવી મોટીરાવલનો ઇસમ ગુટખાનો ગેરકાયદે વેપલો ચલાવતો હતો

પોલીસે લોકડાઉન પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પડેલ ગુટખા અને એકટિવા સહિત રૂપિયા 33950 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની અટકાયત કરી

નર્મદા જિલ્લા એલ.સી. બી. પોલીસ ના પી.એસ.આઇ. સી.એમ.ગામીત અને તેમના સ્ટાફ આજરોજ નોવેલ કોરોના વાયરસની મહામારી જાહેર કરેલ હોઇ અને મે. જીલ્લા મેજી. સા.શ્રી નર્મદાનાઓએ જાહેરનામું પ્રસિધ્ધ કરેલ તેનુ ઉલ્લઘન ન થાય તે માટે ગરુડેશ્વર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા દરમિયાન દેવલીયા ચોકડી તરફથી ગરુડેશ્વર તરફ એક એક્ટીવા ચાલક એક્ટીવા ઉપર આગળના ભાગે મીણીયા કોથળામાં કઇંક સામાન ભરીને લઇ આવતો હોઇ તેને ગરુડેશ્વર ક્રિષ્ના કાઠીયાવાડી હોટેલ પાસે ઉભો રાખી તેનુ નામઠામ પુછતા પોતે પોતાનું નામ હરેશભાઇ રમણભાઇ તડવી રહે, મોટી રાવલ તા. ગરુડેશ્વર જી. નર્મદાનો હોવાનુ જણાવેલ સદર એક્ટીવાના આગળના ભાગે વચ્ચે એક મિણીયા કોથળો કંઇક સામાન ભરેલ મુકેલ હોઇ જે મીણીયા કોથળાને ખોલી જોતા અંદર વિમલ પાન મસાલા તથા તમાકુના પેકેટ ભરેલ મળી આવેલ.

પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇજીલ્લા. મેજી. દ્વારા જાહેરનામું તા. ૧૫/૦૪/૨020 મુજબ વિમલ પાનમસાલા અને તમાકુ ના હેર ફેર અને વેચાણ પ્રતિબંધિત હોઇ નજીકમાંથી બે પચોના માણસો બોલાવી સફેદ કલરની એક્ટીવા જેનો રજીસ્ટ્રેશન નં GJ 22 J 6904 એમની પાસે વાહનની અવર જવર કરવા માટે કોઇ સક્ષમ અધિકારી પાસેથી પાસ મેળવેલ છે કે કેમ તેની માગણી કરતા તેની પાસે નહી હોવાનું જણાવેલ સદર મીણીયા કોથળામા ભરેલ વિમલ પાનમસાલાના ૯૫ પેકેટ જેની કિંમત એક ની કિ.રૂ.૧૨૦/- લેખે કુલ્લે કિ.રૂ. ૧૧૪૦૦/- ગણી શકાય તેમજ ૮૫ પેકેટ તમાકુના મળી આવેલ જેની એકની કિ.રૂ. ૩૦/- લેખે કુલ્લે ૨૫૫૦/- ગણી શકાય તેમજ આ વિમલ ગુટખા પેકેટ કોની પાસેથી લાવેલ છે તે પંચો રૂબરૂ પુછ પરછ કરતા જણાવે છે કે આ વિમલ ગુટખા ગઢબોરીયાદ તા. નસવાડી જિ. છોટા ઉદેપુર ખાતેના રહેવાસી જેના નામની ખબર નથી જેનો મોબાઇલ નંબર ૯૭૭૩૨૭૨૦૧૧ ના પાસેથી લાવેલ હોવાનું જણાવેલ છે.

સદર એક્ટીવા ગાડીમા વિમલ પાનમસાલા તથા તમાકુના પેકેટ લઇ જવા બાબતે પુછતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી અને ગલ્લા તલ્લા બતાવતા હોઇ અને તેમની અંગ ઝડતી કોઇ ગુનાહિત ચીજવસ્તુ મળી આવેલ નથી જેથી સદર વિમલ પાન મસાલા તથા તમાકુના પેકેટની કિ.રૂ. ૧૩૯૫૦/- ગણી તેમજ તેની એક્ટીવા ગાડી નં GJ 22 J 6904 ની કિ.રૂ. ૨૦૦૦૦/- ગણી કૂલ રૂ. ૩૩૯૫૦/- નો મુદ્દામાલ ગણી તપાસ અર્થે કબજે કરેલ છે.
જેથી આરોપી હરેશભાઇ રમણભાઇ તડવી રહે, મોટી રાવલ તા. ગરુડેશ્વર જી.નર્મદાનાનો એક્ટીવા ગાડી નં GJ 22 J 6904 ઉપર પ્લાસ્ટીકના મિણીયા કોથળામાં વિમલ પાન મસાલાના પેકેટ તથા તમાકુના પેકેટ રાખી વેચાણ કરવાના ઇરાદે લઇ જતા જિલ્લા. મેજી. સા.જાહેરનામા તા. ૧૫/૦૪/૨૦૨૦ ના જાહેરનામાનો ભંગ કરી ક્રિષ્ના કાઠીયાવાડી હોટેલ પાસે ચાર રસ્તા નજીક પેટ્રોલીંગ દરમિયાન પકડાઇ ગયેલ હોઇ તેની વિરુધ્ધ ઇ.પી.કો.૧૮૮ મુજબની કાયદેસરની ફરીયાદ દાખલકરી હોવાનુંજાણવા મળ્યું છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here