નર્મદા : એલ સી. બી. પોલીસનો દેશી વિદેશી દારૂના બુટલેગરો ઉપર સપાટો…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા એલ. સી. બી. પોલીસે દેશી દારૂનો વેપલો કરતા 3 ને દારૂના જથ્થા સાથે ઝડપ્યા

વિદેશી દારૂના કવાટરિયા મોટરસાઈકલ ઉપર લઇને આવતો મહારાષ્ટ્રના યુવાનને પણ ઝડપી પાડયો

22 લીટર લે દેશી દારૂ 20 લીટર ગરમ વોશ 105 લીટર ઠંડો વોશ અને 45 નંગ કવાટરિયા મળી ૱ 22800 નો મુદ્દામાલ જપ્ત કર્યો

નર્મદા જિલ્લા માથી દારૂ ના દુષણ ને દુર કરવાની કોરોના કાળ અને લોકડાઉન વચ્ચે પોલીસે કમરકસી છે,જીલ્લા પોલીસ વડા હિમકરસિહ દ્વારા સમગ્ર જિલ્લા પોલીસ ને સતર્ક કરી ખાસ સુચના આપતાં સમગ્ર જિલ્લા પોલીસ સચેત બની છે , જીલ્લા માંથી ઠેરઠેર પોતાના નેટવર્ક ,બાતમી ના આધારે દારૂ ના વેપલા સાથે સંકળાયેલા બુટલેગરો ને ઝડપી તેમના સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ત્યારે આજરોજ નર્મદા એલ. સી. બી. પોલીસ ના પી એસ આઇ સી. એમ. ગામીતે જીલ્લા પોલીસ વડા ની સુચના થી દેશી દારૂ નો વેપલો કરતા ત્રણ આરોપીઓ ને ઝડપી પાડયા હતા. જેમા 1) હિતેશ અરવિંદ વસાવા રહે. જીતનગર. તા. નાદોદ ( 2) શકુંતલાબેન મુકેશ વલવી રહે. મોટારાયપુરા તા . નાદોદ અને (3) દિપક શનુભાઇ વસાવા રહે. કુઆલાલમ્પુર તા . સાગબારા નાઑને ઝડપી તેમના પાસે થી 22 લીટર દેશી દારૂ ,20 લીટર ગરમ વોશ, 105 લીટર ઠંડો વોશ ઝડપી પાડયો હતો.

આ ઉપરાંત કુઇદા ગામ પાસે થી મોટરસાઈકલ નં. MH 39 D 1483 લઇ ને પસાર થતાં યુવક પર શંકા જતા પૂછપરછ કરતાં તેની પાસે થી 45 નંગ વિદેશી દારૂ ના કવાટરિયા મળી આવ્યા હતા , જેથી પોલીસે મહારાષ્ટ્ર ના નંદરબાર જીલ્લા ના નવાપાડા ગામ ના ભુપેન્દ્ર ભંગાભાઈ પાડવી ની અટકાયત કરી હતી.

દારૂ ના આ તમામ ગુનામાં પોલીસે ૱ 22800 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ,આરોપીઓ સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here