નર્મદા : આદિવાસી વિસ્તારમાં ફાયર બ્રિગેડ નહી હોવાના મામલે NSUI ની આંદોલનની ચીમકી…

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિસ્તારમાં ફાયર સેફટી માટે બમ્બાની સાંસદ અને ધારાસભ્ય પોતાની ગ્રાન્ટમાંથી નાણાં ફાળવે એવી માંગ…

નર્મદામાં એકબીજા પર કાદવ ઊછાળતા રાજકીય આગેવાનો આ મામલે કોઈ નિર્ણય લેશે…??

આદિવાસીઓના વોટબેંક રાજકીય રમત રમતા સમાજનાજ નેતાઓ આદિવાસીઓને સુરક્ષા ક્યારે પ્રદાન કરાવશે

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા અને સાગબારા તાલુકાના ગીચડ અને જાવલી ગામોમાં માત્ર ત્રણ ચાર દિવસના અંર્તરરાડમાંજ આદિવાસી ઓના 13 મકાન આગની અગનજ્વાળામાં બળીને ભસ્મીભૂત થતા, તેમના પશુધનનો પણ નાશ થતા સમગ્ર વિસ્તારમાં ભારે રોષ પ્રવર્તતી રહ્યો છે,વર્ષોથી આ વિસ્તારમાં ફાયર બ્રિગેડના બમ્બા મુક્વાની માંગ છે પરંતુ આદિવાસી ઓના નામે કરોડો રૂપિયાનું આંધણ થાય છે, પરંતુ આ ગંભીર સમસ્યાનું કોઈ નિરાકરણ જ કરાતું નથી.

આ વિસ્તારમાં આદિવાસી નેતાઓ નુજ પ્રભુત્વ છવાયેલ છે, સાંસદ આદિવાસી, ધારાસભ્ય આદિવાસી, જિલ્લા પંચાયત પ્રમુખ આદિવાસી, તાલુકા પંચાયત પ્રમુખ આદિવાસી, ગ્રામ પંચાયત ના સરપંચ પણ આદિવાસી. જો આટલુ ઓછું હોય તો વિશેષમાં જણાવવાનું કે કેંદ્ર સરકારે નર્મદા જિલ્લાને એસ્પીરેસનલ ડિસ્ટ્રિક્ટ તરીકે જાહેર કરેલ છે, જે માટે કરોડો રૂપિયાની ગ્રાંટો ફાળવી છે. જો એકાદ બમ્બાની વ્યવસ્થા ડેડીયાપાડા ખાતે કરી હોત તો આદિવાસીઓના આટલા મકાન બળ્યા ના હોત, તેમને ઘર વિહોણા થવામાંથી બચાવી શકાયા હોત,

આ વિસ્તારમાં ઊપરછાપરી બે સ્થળે આગ લગતા NSUI મેદાનમાં આવયું છે, ચીમકી ઉચ્ચારતા NSUI એ જણાવ્યું છે કે સાંસદ અને ધારાસભ્ય જો આ બમ્બાઓની જોગવાઈ તેમના ગ્રાન્ટમાંથી નહીં કરે તો આંદોલન કરવાની ચીમકી પણ આપી છે. જો કે આ વિસ્તારમાં વારંવાર આગ લાગવાના બનાવો બનતા હોય બમ્બાની ખરેખર અતિ આવશ્યકતા છે જ, એને કોઈ નકારી શકતું નથી. તેમ છતાં પણ આ વિસ્તારને કેમ બમ્બાની સુવિધા થી કેમ વંચિત રખાયો છે ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here