નર્મદા આદિજાતિ ખેડુત ખાતેદાર જોગ સંદેશ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

આદિજાતિ ખેડુતોને શાકભાજીના બિયારણ ખાતર માટે સરકારી સહાય

વનબંધુ કલ્યાણ યોજના અન્વયે વર્ષ-૨૦૨૦-૨૧ માં કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ આદિજાતિ ખેડુતોને શાકભાજીના બિયારણ તથા ખાતરની સહાય આપવાની થાય છે. આ યોજનાઓનો લાભ ૦ થી ૨૦ નો BPL સ્કોર ધરાવતા આદિજાતિ ખેડુત ખાતેદાર, એફ.આર.એ અધિનિયમ ૨૦૦૬ હેઠળ જમીન ખેડતા આદિજાતિ ખેડુત ખાતેદાર, આદિમ જુથના ખેડુત ખાતેદાર ઉક્ત મુજબની પાત્રતા ધરાવતા જે આદિજાતિ ખેડુત ખાતેદારો પૈકી લાભ લેવા માંગતા હોય તેવા ખેડુતોએ નીચે જણાવેલ અરજી મોકલવાના સ્થળે જરૂરી આધાર પુરાવા સાથે રજુ કર્યાબાદ અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે
ઉપર મુજબની પાત્રતા ધરાવતા અને લાભ લેવા માગતા હોય તેવા આદિજાતિ ખેડુતોએ અરજી મેળવવા અને પરત કરવા માટે વિસ્તરણ અધિકારીશ્રી, (ખેતી)-તાલુકા પંચાયત કચેરી, નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારાનો સંપર્ક સાધવાનો રહેશે. અરજી મેળવવાના સ્થળે જરૂરી આધાર પુરાવા રજુ કર્યાબાદ વિના મુલ્યે અરજી/ ફોર્મ મેળવવાની તા. ૦૮/૦૬/૨૦૨૦ થી તા. ૧૩/૦૬/૨૦૨૦ સુધી તેમજ ભરેલી અરજી/ ફોર્મ પરત આપવાની તા. ૦૮/૦૬/૨૦૨૦ થી તા. ૧૮/૦૬/૨૦૨૦ સુધીની રહેશે. દેડીયાપાડા તાલુકા માટે કારેલા-૨૦૦, દુધી-૨૦૦, રીંગણ-૨૫૦, ભીંડા-૧૫૦ અને ટામેટા-૧૦૦ સહિત કુલ-૯૦૦, સાગબારા તાલુકા માટે કારેલા-૨૦૦, દુધી-૨૦૦, રીંગણ-૨૦૦, ભીંડા-૧૫૦ અને ટામેટા-૧૦૦ સહિત કુલ-૮૨૫, નાંદોદ તાલુકા માટે કારેલા-૧૦૦, દુધી-૧૦૦, રીંગણ-૩૦૦, ભીંડા-૧૦૦ અને ટામેટા-૭૫ સહિત કુલ- ૬૭૫, ગરૂડેશ્વર તાલુકા માટે કારેલા-૨૫૦, દુધી-૨૫૦, રીંગણ-૨૫૦, ભીંડા-૧૦૦ અને ટામેટા-૭૫ સહિત કુલ-૯૭૫ અને તિલકવાડા તાલુકા માટે કારેલા-૨૫૦, દુધી-૨૫૦, રીંગણ-૨૦૦, ભીંડા-૧૦૦ અને ટામેટા-૭૫ સહિત કુલ-૮૭૫ શાકભાજીનાં પાકનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલ છે.
અરજીપત્ર મેળવવા માટે રજુ કરવાના થતા જરૂરી પુરાવાની યાદી માટે ૦ થી ૨૦ નો સ્કોરવાળો ઓરીજનલ BPL દાખલો સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત અનુ.સુચિત જનજાતિ (ST) નો દાખલો રજુ કરવો, તમામ લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લેવા જમીનના પુરાવા તરીકે ૭*૧૨, ૮- અ નો દાખલો રજુ કરવો, જો વન અધિકાર અધિનિયમ હેઠળ જમીન ખેડતા હોય તો તેવા ખેડુતોએ જમીન ફાળવણી હુકમની નકલ રજુ કરવી, કુટુંબ દીઠ માત્ર એક જ વ્યક્તિએ અરજી કરવી જે માટે અરજી પત્ર સાથે ફરજીયાત રેશનકાર્ડની નકલ અને આધારકાર્ડની નકલ રજુ કરવી, આદિમ જુથના ખેડુત ખાતેદારોએ સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત અનુ.સુચિત જનજાતિ (ST) નો દાખલો જેમાં આદિમજુથની જાતિનો ઉલ્લેખ હોવો આવશ્યક છે, અરજી ફોર્મમાં તમામ વિગતો સ્પષ્ટ વંચાય તેમ ભરીને તેમજ અરજી ફોર્મ સાથે જોડેલા તમામ પુરાવાઓ સ્પષ્ટ વંચાય તેવા હોવા જોઇએ.
ઉપર જણાવ્યા પ્રમાણે જો અરજી પત્રો સાથે પુરાવાઓ પર્યાપ્ત નહી હોય તેવા અરજીપત્રો રદ થશે જેની તમામ લાભાર્થીઓએ નોંધ લેવી તેમજ કોવીડ-૧૯ મહામારીને ધ્યાને રાખી રાજ્ય સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ માસ્ક પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન ચુસ્ત પણે કરવાનું રહેશે તેમ, પ્રાયજના વહીવટદારશ્રી રાજપીપલા-નર્મદાની અખબારી યાદીમા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here