નર્મદા : અમદાવાદના કોરોના વોરિયર્સ એવા પોલીસ જવાનનુ મોત નીપજતાં નર્મદા પોલીસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પિત કરાઇ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લાના પોલીસ અધિકારીઓ જવાનોએ કોરોનાની મહામારી જેવા કપરા સમયમાં જનતાની વચ્ચે રહી સેવા કરનાર જવાનના માનમા મોન પાડી શ્રદ્ધાંજલિ અર્પિત કરી

અમદાવાદના કિષ્નાનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ ભરત સોમજીભાઈ ફરજ દરમિયાન કોરોના સંકરમિત થઇ મોતને ભેટતા પોલીસ વિભાગમાં ગોરવ સાથે શોકનુ મોજું

સમગ્ર દેશમાં કોરોનાની મહામારીએ કાળો કહેર વર્તાવ્યો છે,મહામારી વધુ પ્રમાણમા ન ફેલાઈ એની તકેદારી રુપે આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ સમગ્ર દેશમાં ખરા અર્થમાં વોરિયર્સ સાબિત થઇ પોતાની ફરજ બજાવી રહ્યા છે. અનેક પડકારને જીલી જનસેવા અર્થે આ યોદ્ધા અડીખમ ઉભા છે. ફરજ દરમિયાન દેશમાં અનેક તબીબ, પોલીસ જવાન કોરોનાની મહામારીમા પણ સપડાયા છે અને મોતને ભેટ્યા છે.

આવા જ અમદાવાદના ક્રિષ્નાનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ ભરત સોમજી ભાઈ નિષ્ઠા પુર્વક પોતાની ફરજ બજાવતા બજાવતા કોરોના પોઝિટિવ વયકતિ ના સંપર્ક માં આવાત પોતે પણ કોરોના ની બિમારી મા સપડાયા હતાં ,જેમનું સારવાર દરમિયાન મોત નીપજેલ હોવાનું જાણી સમગ્ર પોલીસ આલમમાં ધેરા શોક ની લાગણી ફેલાઈ છે.

નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિહ દ્વારા સંવેદના પ્રગટ કરવામાં આવી હતી, નર્મદા જિલ્લા પોલીસ દ્વારા જયાં જયાં ફરજ ઉપર જવાનો , અધિકારીઓ તેનાત હતા ત્યા સથળે ઉભાં રહી બે મિનિટ નુ મોન પાડી કોરોના વોરિયર્સ જવાન ને શ્રધ્ધાંજલી અર્પિત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here