નર્મદા : અન્ય રાજ્યોમાંથી સ્થળાંતર કરીને આવતા લોકો માટે જીલ્લા વહીવટી તંત્ર એલર્ટમોડ પર….

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

અન્ય રાજ્યોમાંથી નર્મદા જિલ્લામાં આવતા માઈગ્રેટ વર્કર, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે જિલ્લામાં મેડીકલ સ્ક્રીનીંગની વ્યવસ્થા સંદર્ભે નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું..

ભારત સરકારના ગૃહ મંત્રાલયના તા.૨૯/૦૪/૨૦૨૦ ના આદેશ ક્રમાંક: 40-3/2020-DM-I(A) થી માઈગ્રેટ વર્કર, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકો COVID-19 લોકડાઉનના કારણે એક રાજ્યથી બીજા રાજ્યમાં ફસાયેલ છે, તેઓને પોતાના વતનમાં જવા માટેની મંજૂરી આપવા અંગેની વ્યવસ્થા કરવા અંગેના નિર્દેશ આપવામાં આવેલ છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયના સદરહુ પત્રની જોગવાઈને આધીન સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા સંદર્ભના હુકમથી માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે. જે અન્વયે અન્ય રાજ્યોમાંથી નર્મદા જિલ્લામાં આવતા માઈગ્રેટ વર્કર, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે જિલ્લામાં મેડીકલ સ્ક્રીનીંગની વ્યવસ્થા ગોઠવવવાની આવશ્યકતાને અનુલક્ષીને નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેશ્રી એમ.આર.કોઠારીએ તેમને મળેલી સતાની રૂએ નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં એક જાહેરનામા દ્વારા જરૂરી હુકમ કર્યો છે.

તદઅનુસાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી-નર્મદાએ જિલ્લામાં અન્ય રાજ્યોમાંથી આવનાર માઈગ્રેટ વર્કર, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકો COVID-19 ના લક્ષણો ધરાવે છે કે કેમ તે જાણવા તેઓનું ફરજીયાત મેડીકલ સ્ક્રીનીંગ થાય તે મુજબની વ્યવસ્થા કરવાની રહેશે, ઉપર મુજબના મેડીકલ સ્ક્રીનીંગ વખતે જો કોઈ વ્યક્તિમાં COVID-19 ના લક્ષણો જણાઈ આવે તો તેને ફરજીયાત ૧૪ દિવસ માટે જિલ્લાના જાહેર ક્વોરેન્ટાઈન સેન્ટર ખાતે ક્વોરેન્ટાઈન કરવાના રહેશે, જે વ્યક્તિઓમાં COVID-19 ના લક્ષણો જણાઈ ના આવે તેઓને COVID-19 ના લક્ષણો ધરાવતા નથી તે મુજબનું સર્ટીફીકેટ સબંધિત મેડીકલ અધિકારીશ્રીએ આપવાનું રહેશે. આવી વ્યક્તિઓ સંબંધિત ગામ/વોર્ડમાં પ્રવેશ કરી શકશે. પોલીસ અધિક્ષકશ્રી, ચીફ ઓફિસરશ્રી અને જે-તે ગામના સરપંચશ્રીએ ગામ/વોર્ડમાં બહારથી આવનાર વ્યક્તિનું મોનીટરીંગ અને રીપોર્ટીંગ કરવા માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવાની રહેશે.

આ જાહેરનામું નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ની કલમ-૧૮૮ , ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ – ૫૧ થી ૫૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઇન્સપેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ ફરીયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here